વડોદરા: અલકાપુરી ઓફિસર્સ કોલોનીમાં ડી બ્લોકમાં રહેતા અને સિવિલ ડિફેન્સમાં જી.એ.એસ. તરીકે ફરજ બજાવતા સુરેશભાઇ ગનાજીભાઇ ગામીતનો મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવ્યો હતો. શુક્વારે સાંજના સમયે તેઓનો ગાડીનો ડ્રાઇવર તેમને લેવા માટે ગયો હતો. વીકીએ ઘરનો દરવાજો ખોલીને અંદર જતાં સુરેશભાઇ ગામીત તેઓના પલંગમાં પડેલા હતા. તેઓના મોંઢામાંથી ફીણ નીકળેલું હતું. વીકીએ સુરેશભાઇને બેભાન હાલતમાં જોતા જ ઓફિસના સાથી કર્મચારી સુધાકરભાઇ સૂર્યવંશીને ફોન કરીને જાણ કરી હતી.બનાવની જાણ સિવીલ ડિફેન્સના ઉચ્ચ અધિકારીને કરાતા તેઓની સુચના મુજબ વીકી મહાજને 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી.
વડોદરા શહેરના સિવિલ ડિફેન્સના નાયબ કલેક્ટરનું નિધન - સિવિલ ડિફેન્સના નાયબ કલેકટર
વડોદરા શહેરના અલ્કાપુરી ઓફિસ કોલોનીમાં રહેતાં સિવિલ ડિફેન્સના નાયબ કલેક્ટર ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવતાં એસેસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સ્થળ પર આવેલી 108 એમ્બ્યુલન્સમાં તેઓને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. બાદમાં આ બનાવની જાણ સયાજીગંજ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ઉપર આવી પહોંચેલા સિવિલ ડિફેન્સના કર્મચારી સુધાકરભાઇ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, અધિકારી સુરેશભાઇ ગામીત સ્વચ્છ પ્રતિભા ધરાવતા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી રજા ઉપર હતા. બે દિવસ પહેલાં તેઓના ઘરે સહી કરાવવા માટે ગયો હતો. ત્યારે તેઓ મારી સામે રડી પડ્યા હતા. મને કહ્યું હતું કે, હું માનસિક ત્રાસથી કંટાળી ગયો છું. અધિકારી સુરેશભાઇનું મોત કેવી રીતે થયું છે. તેની મને ખબર નથી. પરંતુ, તેઓ સતત માનસિક તણાવમાં રહેતા હતા. માનસિક તણાવે જ તેઓનો ભોગ લીધો હોય તેમ મને લાગે છે.સિવિલ ડિફેન્સના જી.એ.એસ. સુરેશભાઇ ગામીતના રહસ્યમય મોતે સિવિલ ડિફેન્સમાં ચકચાર મચાવી મૂકી છે. બીજી બાજુ આ બનાવ અંગે હાલ સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.