વડોદરા :આજના આધુનિક અને ઇન્ટરનેટ સાથે જોડાયેલ દુનિયામાં લોકો સરળતાથી કોઈપણ કામ કરી શકે છે, પરંતુ સાથે સાથે લોકો સાયબર ઠગોના સકંજામાં ફસાઈ વધુ રહ્યા છે. ત્યારે હાલમાં થઈ રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓ કોણ અને ક્યાંથી થઈ રહ્યા છે. સાથે તેનાથી લોકોએ બચવા શું કરવું જોઈએ તે અંગે સાઇબર ક્રાઇમ ACP હાર્દિક.એસ.માકડીયા મહત્વની જાણકારી આપી છે.
કઈ રીતે ક્યાંથી ફ્રોડ થાય છે : સાયબર ક્રાઇમમાં હાલમાં થઈ રહેલા છેતરપિંડી અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક.એસ.માકડીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં રિજન વાઇઝ વાત કરવામા આવે તો ભારતમાં મેવાત્રીજન, જામતળા રિજન, વેસ્ટ બંગાળ, દિલ્હીથી આ ફ્રોડ થાય છે. સાથે ભારતની બહારથી નાઈઝીરિયા અને ચાઇનામાં હોસ્ટસ્પોટ છે.મેવાત્રીજનના જે ફ્રોડ થતા હોય છે તેવા સાયબર ઠગોની મોડ્સ ઓપરેન્ટીની વાત કરવામાં આવે તો તે OLX ઇન્ડિયન આર્મી ફ્રોડ જેમાં ઇન્ડિયન આર્મી કે સીઆરપીએફના જવાનના આઈ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. જેના આધારે લોકોને વિશ્વાસમાં લેવા, કોઈ વસ્તુ OLX કે ફેસબુક પર વેચવા માટે મુકવામાં આવે છે અને તેના નામે ફ્રોડ કરવામાં આવતા હોય છે.
ન્યૂડ કોલિંગ ફ્રોડ : આ ફ્રોડ મેવાત્રીજન દ્વારા કરવામાં આવે છે. આ ફ્રોડમાં એક છોકરીની ફેસબુક પર પ્રોફાઈલ બનાવવામાં આવે છે. પછી રિકવેસ્ટ મોકલવામાં આવે છે અને ફ્રેન્ડ બનાવવામાં આવે છે. ત્યારબાદ વોટ્સઅપ પર મેસેજ અને કોલ આવે છે. પછી સામેથી ન્યૂડ પ્રોફાઈલ કે પિક્ચર આવે અને સામે વાળાને પણ ફરજ પાડવામાં આવે છે કે તેમે ન્યૂડ થાઓ અને ત્યારબાદ ન કરે તો તેના પ્રોફાઇલને ન્યૂડ કરી બદનામ કરવાની ધમકી આપવામાં આવે છે અને બ્લેકમેલ કરવામાં આવે છે. આ સાથે ફેસબુક પર ફેક આઈડી બનાવવામાં આવે છે. ફોલોઅર્સ પાસેથી પૈસા પડાવવા તે આ મેવાત્રની મોડન ઓપરેટીવ છે.
લોકોને ધાક ધમકી :જામતાળા મોડન ઓપરેટર દ્વારા લોકોને ડરમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ છેતરપીંડી આચરવામાં આવે છે. આ સાયબર ઠગો લોકોને કોલ કરીને ઇલેક્ટ્રિસિટી બિલ બાકી છે તમારું કનેકશન કપાઈ જશે. બેંક કર્મચારી બની કોલ કરે છે અને OTP માંગે છે. સાથે મોબાઈલ સ્કિન એપ્લિકેશનના માધ્યમથી લોકોના ડોક્યુમેન્ટ અને પર્સનલ માહિતી મેળવી લે છે. આ સાથે ગૂગલમાં કસ્ટમર કેરમાં ફેક નંબર નાખીને ફ્રોડ કરતા હોય છે.
સસ્તામાં વસ્તુ આપવાની લાલચ :નાઈઝીરિયાથી થતા ફ્રોડ - આ ફ્રોડ સિમ્સવેર ફ્રોડ વધુ થાય છે. તેઓ તમારું અન્ય સીમ મેળવી લેવાનું કહેવામાં આવે છે. સાથે ખોટી કંપની બનાવી સસ્તામાં માલ આપવાની લાલચ આપવામાં આવે છે. જે નાઇઝીરિયાથી થતા હોય છે અને ત્યારબાદ ઇન્ડિયન એજન્ટોના ખાતામાં પૈસા મોકલવામાં આવતા હોય છે. આજકાલ સૌથી વધુ લોકો સાથે ઠગાઈ ચાઇનાથી થઈ રહી છે.
ચાઇના લોન એપથી 70 લોકોએ આત્મહત્યા કરી :હાલમાં સૌથી વધુ પ્રમાણમાં ચાઈનામાંથી લોકોની સાથે ઠગાઈ આચરવામાં આવી રહી છે. ચાઇનામાંથી બે પ્રકારના ફ્રોડ થઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ઇન્સ્ટન્ટ લોન એપના ફ્રોડ થાય છે. જેમાં પ્લે સ્ટોર કે પ્લે સ્ટોરની બહાર APK મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે. તેના ઉપયોગ થકી લોકોને સસ્તા વ્યાજદરે લોન આપવામાં આવે છે. આ લોનની લાલચમાં તમારા ફોનની અંદર રહેલા ગેલેરી, કોન્ટેક્ટ નંબર, કેમેરાની એક્સેસ લઈ લેતા હોય છે અને લોન લેનારને બ્લેકમેલ કરવામાં આવે છે. તેના મોબાઈલના એક્સેસ આધારે તેના ફોટોને ન્યૂડ કરવામાં આવે છે અને બ્લેકમેલ કરવામાં આવે છે. ચાઈનીઝ લોન એપ્લિકેશનના કારણે વર્ષ 2019થી આજ દિન સુધીમાં ભારતમાં 70 જેટલા લોકોએ આત્મહત્યા કરી લીધી છે, જે એક ગંભીર બાબત છે. લોકો આ ફ્રોડમાં ડર અને બદનામીના ડરે આવું કરતા હોય છે.