ગુજરાત

gujarat

બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરામાં કસ્ટમર આઉટરીય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

By

Published : Jun 8, 2022, 4:05 PM IST

વડોદરામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે બેન્ક ઓફ બરોડા(Bank of Baroda)અને નાણાંકીય વિભાગ ભારત સરકાર દ્વારા આયોજિત કસ્ટમર આઉટરીય કાર્યક્રમ(Customer Outreach Program)સયાજી નગર ગૃહ રાખવામાં આવ્યો છે. વડોદરાની વિવિધ બેન્કોના મેનેજર સહિત કસ્ટમરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરામાં કસ્ટમર આઉટરીય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
બેન્ક ઓફ બરોડા દ્વારા વડોદરામાં કસ્ટમર આઉટરીય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

વડોદરાઃશહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ભાગરૂપે બેન્ક ઓફ બરોડા (Bank of Baroda)દ્વારા સર સયાજી રાવ ગાયકવાડ નાટ્ય ગૃહ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની(Azadi Ka Amrut Mahotsav)ઉજવણી રાજ્યમાં ઠેરઠેર ચાલી રહી છે. બેન્ક ઓફ બરોડા અને નાણાંકીય વિભાગ ભારત સરકાર દ્વારા આયોજિત "કસ્ટમર આઉટરીય" કાર્યક્રમ(Customer Outreach Program) સયાજી નગર ગૃહ રાખવામાં આવ્યો છે.

બેન્ક ઓફ બરોડા

આ પણ વાંચોઃRBIનો બેન્કોને નિર્દેશ, લીબોરની જગ્યાએ અપનાવો વૈકલ્પિક સંદર્ભ દર

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી -આ કાર્યક્રમ મુખ્ય અતિથિ તરીકે ડૉ ભાગવત કરાડ જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ છે. સાંસદ રંજનબહેન ભટ્ટ, પ્રમુખ વિજય શાહ, બેન્ક ઓફ બરોડાના મહા પ્રબંધક રાજેશ સિંહ, બેન્ક ઓફ બરોડાના સહાયક પ્રબંધક પ્રદિપ કુમાર બારીક, સહાયક પ્રબંધક રાજન પ્રસાદ સહિત બેન્ક ઓફ બરોડાના અલગ અલગ બ્રાંચના મેનેજર સહિત વડોદરાની પણ વિવિધ બેન્કોના મેનેજર સહિત કસ્ટમરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃબેન્ક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયાની ઉજવણી, મહેસાણામાં ખેડૂતો માટે વિવિધ કાર્યક્રમો યોજાશે

યોજનાની સમજૂતિ આપી -આ તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું અને સાથે જ તમામનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ યોજના હેઠળ 256 કરોડની 400 લાભાર્થીઓને લાભ મળશે, અને આજે તેઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. મહા પ્રબંધક બેન્ક ઓફ બરોડા ત્યારે સરકાર તરફથી ઉપસ્થિત ભાગવત કરાડ દ્વારા સરકાર તરફથી જ મળતા લાભો વિશે માહિતી આપી હતી. અલગ અલગ યોજનાની સમજૂતિ આપી હતી કે જે સામાન્ય વર્ગના લોકોને ઘણી ઉપયોગી થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details