વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કલ્યાણ ભાગ નંબર 8માં સિનીયર સીટીઝન (Senior Citizen) સવિતાબેન પટેલ પુત્રને અને પતિ સાથે રહેતા હતા. શનિવારની સવારે સવિતાબેનનો લોહી લુહાણ હાલતમાં તેમના મકાનના રસોડામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ માંજલપુર પોલીસને (Manjalpur Police) થતા સ્થળ પર પહોંચે દોડી આવે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કેસની ગુથી સુલજી
પોલીસની પ્રાથમિક તપાસમાં સવિતાબેનની હત્યામાં (Crime In Vadodara) વપરાયેલી હથોડી મળી આવી હતી તેમજ હત્યા સવિતાબેનના જમાઈ વિશાલ અમીને કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એફએસએલની મદદ લઇ તપાસના ચક્રોગતિમાન કર્યા છે તેમજ વિશાલે પત્ની સાથે ચાલી રહેલી ગૃહ ક્લેશને લઈ સાસુનું હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું છે.
આ મકાનમાંથી બનાવટી દારૂનું રેકેટ ઝડપાયું હતું