વડોદરા ગુજરાતમાં વ્યાજખોરો સામે ઝૂંબેશ ચાલી રહી છે. ગુજરાત પોલીસ તમામ જિલ્લામાં વ્યાજખોરીના દૂષણને અંકુશમાં લેવા પીડિતોને ફરિયાદ નોંધાવવા પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે વડોદરા પોલીસમાં એક વેપારીએ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. આ કિસ્સામાં 11.50 લાખના મુદ્દલ પર વ્યાજખોરોએ વધુ 42 લાખ બાકી કાઢ્યાં છે.
મકરપુરા પોલીસ મથકમાં વ્યાજખોર સામે ફરિયાદવડોદરા શહેરના મકરપુરા પોલીસ મથકમાં વેપારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ધંધાર્થે નાણાંની જરૂરિયાત હોઇ 12 ટકા વ્યાજે લીધેલી. વેપારીએ આ રકમ વ્યાજ સહિત ચૂકવવા છતાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી ચાલુ રહી છે. વ્યાજખોરોએ વધુ 42 લાખની રકમ બાકી કાઢી છે. એટલું જ નહીં કોરા ચેક પરત ન આપી પઠાણી ઉઘરાણી કરતા વેપારીએ બે વ્યાજખોરો સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો Illegal Money Laundering : વ્યાજખોરી પર તવાઈ લાવતી ગુજરાત પોલીસ, 1026 એફઆઈઆરમાં 635 વ્યાજખોરની ધરપકડ
વ્યાજ સહિત ભરપાઈ છતાં ઉઘરાણી મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં શહેરના માણેજા વિસ્તારમાં રહેતા અને કપડાં સિલાઈ તથા ડીપ ક્લિનિંગનો વેપાર કરતાં કુમારસિંહ શ્રીરામ પરવેશસિંહ રાજપૂતે ફરિયાદ નોંધાવી હતી કે હું અગાઉ નારેશ્વર રોડ ઉપર આવેલ કંપનીમાં નોકરી કરતો હતો. તેના સુપરવાઇઝર નિમેષભાઈ પટેલ (રહે. કંડારી ગામ) પાસેથી ધંધાર્થે જરૂરિયાત હોઈ 12 ટકા માસિક વ્યાજે દોઢ લાખ રૂપિયા લીધા હતાં. સાથે ટુકડે ટુકડે લીધેલ 6.50 લાખની રકમ 12 ટકા વ્યાજ સાથે પરત કરી હતી. તેમ છતાં વધુ 20 લાખની રકમ બાકી કાઢી ઉઘરાણી કરે છે.