શહેર તેમજ સમગ્ર રાજ્યમાં ચકચારીત નવલખી દુષ્કર્મ કેસના બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા બાદ ઓળખ પરેડ માટે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
વડોદરા દુષ્કર્મ કેસઃ બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર - રિકન્સ્ટ્રક્શન
વડોદરાઃ શહેરના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મના બંને આરોપીઓને ઓળખ પરેડ માટે પોલીસે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કર્યાં હતા. જ્યાં પીડિતાએ બંને આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. કોર્ટે મામલાની ગંભીરતા જાણી બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજુર
આ બંને આરોપીઓને સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કોર્ટમાં લઈ જવાયા હતા. જોકે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા પહેલા શહેર પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં આરોપીઓને સાથે રાખી સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે તેમજ બંને આરોપીઓના મેડિકલ પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યા છે તેવુ જણાવવામાં આવ્યું હતું. જોકે સગીરા સાથે દુષ્કર્મના બંને આરોપીઓને પહેલી વખત બે નકાબ કરી ખુલ્લા મોઢે મીડિયા સમક્ષ લાવવામાં આવ્યા હતાં.
Last Updated : Dec 10, 2019, 7:26 AM IST