વડોદરા: સામાન્યપણે શિયાળાની ઋતુમાં મગરો સુર્યપ્રકાશ મેળવવા માટે નદી કિનારે આવતા હોય છે. ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે મગરોની સંખ્યામાં વધારો થયો હોવાની પ્રબળ શક્યતાઓ છે. 5 વર્ષ અગાઉ જ્યારે મગરોની ગણતરી કરવામાં આવી હતી, ત્યારે મગરોની સંખ્યા 370 હતી.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીના મગરોની ગણતરી હાથ ધરવામાં આવી - સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીના મગરોની ગણતરીનું આયોજન
વડોદરા શહેરના રાવપુરા ખાતે આવેલી નાયબ વન વિભાગની કચેરીના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ જીવદયા સંસ્થાઓની મદદ લઇને દર પાંચ વર્ષે વિશ્વામિત્રી નદી અને આસ-પાસના તળાવોમાં વસવાટ કરનારા મગરોની ગણતરી કરવામાં આવે છે. જેથી આ વખતે પણ વન વિભાગ અને જીવદયા સંસ્થાઓની 22 ટીમ દ્વારા સવારથી મગરોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદીના મગરોની ગણતરીનું આયોજન
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વેમાલી હાઇવેથી સિદ્ધાર્થ બંગલો, સમા બ્રિજથી વુડા સર્કલ, રાત્રી બજારથી નરહરી હોસ્પિટલ, નરહરી હોસ્પિટલથી કાલાઘોડા બ્રિજ, કાલાઘોડા બ્રિજથી અકોટા બ્રિજ, અકોટા બ્રિજથી મુજમહુડા બ્રિજ, મુજમહુડા બ્રિજથી વડસર બ્રિજ, વડસર બ્રિજથી કલાલી, અને કલાલીથી તલસાટ સુધીની વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરનારા મગરોની ગણતરી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ તળાવોમાં વસવાટ કરનારા મગરોની ગણતરી પણ કરવામાં આવી હતી.
Last Updated : Feb 9, 2020, 6:50 AM IST