વડોદરાઃ જિલ્લામાં સર સૈયદની મઝાર પર બાંધકામ શરૂ કરવામાં આવતા વડોદરા શહેરની અલવી વ્હોરા જમાતના અનેક નાગરિકો મસ્જિદમાં ધરણાં પર બેઠા હતા.
અમદાવાદના સરસપુર ખાતે પીર જલાલુદ્દીન સાહેબનું કબ્રસ્તાન છે. રોઝા મુબારક અને મુસાફર ખાનાની જગ્યા પર અલવી સમાજનો કબ્જો છે. તેના પર અન્ય વ્હોરા જમાતનો કબ્જો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલવી સમાજના અમુક આગેવાનોએ જમાતના કેટલાક અગ્રણી તેમજ નાગરિકોને વિશ્વાસમાં લીધા વિના અહીં અન્ય લોકો સાથે કરાર કરીને બાંધકામ શરૂ કરતાં વિરોધ થયો હતો.
વડોદરા જિલ્લામાં સર સૈયદની મઝાર પર બાંધકામ શરૂ, અલવી વ્હોરા જમાત દ્વારા ધરણાં - Tomb of Syed
વડોદરા અન્ય જમાતે સર સૈયદની મઝાર પર બાંધકામ શરૂ કર્યુ હતુ. જેથી વડોદરા શહેરની અલવી વ્હોરા જમાતના અનેક નાગરિકો મસ્જિદમાં ધરણાં પર બેઠા હતા.
વડોદરા જિલ્લામાં સર સૈયદની મઝાર પર બાંધકામ શરૂ, અલવી વ્હોરા જમાત દ્વારા ધરણાં પર બેઠા
અમદાવાદ સરસપુર સર સૈયદની મઝાર પર બાંધકામ થયું તેના વિરોધમાં વડોદરા શહેરમાં અલ મસ્જિદે નુરાની ખાતે સમાજના 50 થી વધુ લોકો ધરણાં પર બેઠા છે. એમનો વિરોધ છે કે, અલવી સમાજની આ પાક જગ્યા પર અન્યનો દાવો કઈ રીતે હોઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રસ્ટીઓએ સમાજના લોકોની જાણ વિના આ જગ્યા અન્યને આપી બાંધકામ શરૂ કરતાં વડોદરા અલવી વ્હોરા જમાતના અનેક નાગરિકોમાં નારાજગી વ્યાપી હતી.