ગુજરાત

gujarat

ETV Bharat / state

પરપ્રાંતિયો પાસે ભાડું નહી હોય તો કોંગ્રેસ કરશે મદદ - વડોદરા કોંગ્રેસ

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પરપ્રાંતિઓની મદદ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેની પાસે વતન જવા માટે ભાડું નહીં હોઈ તો તેનો ખર્ચ હવે કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે.

Etv Bharat
congress

By

Published : May 4, 2020, 10:36 PM IST

વડોદરાઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પરપ્રાંતિઓની મદદ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. જેની પાસે વતન જવા માટે ભાડું ન હોય તેવા લોકો આ હેલ્પલાઈન નંબરનો ઉપયોગ કરી મદદ માગી શકશે. આ લોકોને કોંગ્રેસ પાર્ટી નાણાંકીય મદદ કરશે.

કોરોનાના કહેર વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા બીજા પ્રાંતમાંથી આવેલા લોકોને પોતાના પ્રાંતમાં જવાની છૂટ આપવામાં આવી છે અને તે માટે સરકારી તંત્રને વ્યવસ્થા ઉભી કરવા આદેશ આપ્યા છે. ત્યારે સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પક્ષના અધ્યક્ષે પણ જો કોઈ પરપ્રાંતિઓને તકલીફ પડે તો ભાડાની વ્યવસ્થા કરવા અંગે પણ સૂચન આપવામાં આવ્યું છે.

વડોદ,રા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વડોદરા શહેર કોંગ્રેસની હેલ્પલાઇન પર 3000 ઉપરાંત લોકોના ફોન આવ્યા છે. તમામને માર્ગદર્શન આપ્યું છે જે કોઈ વ્યક્તિને જવા માટે ભાડું નહિ હોય તો તેનો ખર્ચ કોંગ્રેસ પાર્ટી ઉઠાવશે.

ABOUT THE AUTHOR

...view details