ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણમાં કોંગી નેતા હાર્દિક પટેલે ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચારાર્થે રોડ શો યોજ્યો - ઉમેદવાર કિરીટસિંહ જાડેજા

ગુજરાતમાં યોજાનાર પેટા ચૂંટણીમાં પ્રચાર માટે મુખ્ય રાજકીય પક્ષો બીજેપી અને કોંગ્રેસ બેઠકો સર કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કરજનના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર અર્થે ધાવટ ચોકડીથી કરજણમાં રોડ શો યોજ્યો હતો.

કરજણમાં કોંગી નેતા હાર્દિક પટેલે ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચારાર્થે રોડ શો યોજ્યો
કરજણમાં કોંગી નેતા હાર્દિક પટેલે ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચારાર્થે રોડ શો યોજ્યો

By

Published : Oct 30, 2020, 5:30 AM IST

  • કરજણમાં કોંગ્રેસનો રોડ-શો
  • ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ યોજ્યો રોડ-શો
  • મોટી સંખ્યામાં યુવાનો સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા
    કરજણમાં કોંગી નેતા હાર્દિક પટેલે ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચારાર્થે રોડ શો યોજ્યો

વડોદરાઃ જિલ્લાના કરજણમાં પેટા ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે બુધવારે સાંજે સાધલી ગામે જાહેરસભા સંબોધ્યા બાદ ગુરુવારે બપોરે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. રોડ શોમાં તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, કોંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજા ખુલ્લી જીપમાં જોડાયા હતાં.

કરજણમાં કોંગી નેતા હાર્દિક પટેલે ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચારાર્થે રોડ શો યોજ્યો

લોકોએ ઉમળકાભેર કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનું સ્વાગત કર્યું

કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ શક્તિ પ્રદર્શન કરતા કરજણમાં વિશાળ રેલી યોજી હતી. ધાવટ ચોકડીથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા. સમગ્ર રેલીના રૂટ દરમિયાન લોકોએ ઉમળકાભેર હાર્દિક પટેલ તેમજ કોંગ્રેસ ઉમેદવાર કિરીટસિંહ જાડેજાનું સ્વાગત કર્યું હતું.

કરજણમાં કોંગી નેતા હાર્દિક પટેલે ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચારાર્થે રોડ શો યોજ્યો

કરજણના મતદારોએ નક્કી કરી લીધુ છે

હાર્દિક પટેલે મતદારોને સંદેશો આપતા જણાવ્યું કે, કરજણના મતદારોએ નક્કી કરી લીધુ છે કે તેમણે કોને મત આપવો અને તેમની સાથે ઠગાઈ કરનારને સબક શીખવાડશે સાથે પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

કરજણમાં કોંગી નેતા હાર્દિક પટેલે ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચારાર્થે રોડ શો યોજ્યો

ABOUT THE AUTHOR

...view details