ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણ ચપ્પલ કાંડ: કોંગ્રેસેની માંગ, જવાબદાર પોલીસ અધિકારીની બદલી કરવામાં આવે

કરજણના કુરાલી ખાતે જૂતા કાંડમાં જિલ્લા પોલીસે શિનોરના રશ્મિન પટેલની ધરપકડ કરી હતી. રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર હોવાની પોલીસ અધિકારી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસે દાવો કર્યો છે કે, રશ્મિન પટેલ ભાજપનો કાર્યકર છે. આ સમગ્ર પ્રકરણમાં વડોદરા કોંગ્રેસ શહેરના પ્રવક્તા શૈલેષ અમીને જવાબદાર પોલીસ અધિકારીની બદલી કરવાની માગ કરી છે. કરજણ પેટા ચૂંટણી મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં થાય તે માટે જવાબદાર પોલીસ અધિકારીને તાત્કાલિક જિલ્લા બહાર બદલી કરવા ચૂંટણી અધિકારીને ઈ- મેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ પોલીસે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને કર્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા
કોંગ્રેસ પ્રવક્તા

By

Published : Oct 30, 2020, 7:08 PM IST

  • કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
  • નાયબ મુખ્યપ્રધાન પર ચપ્પલ ફેંકવાનો મામલો
  • કોંગ્રેસ શહેર પ્રવક્તાના ભાજપ પર પ્રહાર

કરજણ/વડોદરા: શહેર કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપર ફેંકવામાં આવેલા જૂતાની ઘટના અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

જવાબદાર પોલીસ અધિકારીની બદલીની કોંગ્રેસની માગ
જવાબદાર પોલીસ અધિકારીની બદલીની કોંગ્રેસની માગ
જવાબદાર પોલીસ અધિકારીની બદલીની કોંગ્રેસની માગ

મોબાઈલ મેસેજના આધારે શિનોરના રશ્મિન પટેલનું નામ સામે આવ્યું છે. જેને વડોદરા જિલ્લા પોલીસના અધિકારીઓએ કોઈ નક્કર પુરાવા વિના કોંગ્રેસનો આરેપી ગણાવ્યો છે. જ્યારે વાસ્તવિકતામાં ચપ્પલ ફેંકનારો રશ્મિન પટેલ ભાજપનો સક્રિય કાર્યકર છે. તે ભાજપનું ઓળખપત્ર ધરાવે છે, તેમજ ભાજપે તાલુકા પંચાયતમાં કારોબારી તેની પ્રમુખ તરીકે નિમણૂક કરી હોવાના પુરાવા હોવાનું કોંગ્રેસ શહેર પ્રવક્તા શૈલેષ અમીને જણાવ્યું હતું.

જવાબદાર પોલીસ અધિકારીની બદલીની કોંગ્રેસની માગ

વધુમાં શૈલેષ અમીને જણાવ્યું કે, રશ્મિન પટેલ કોંગ્રેસનો કાર્યકર હોવાનું જાહેર કરાયા બાદ રાજ્યના સીએમ વિજય રૂપાણીએ પણ કોંગ્રેસને સંયમ રાખવાની સલાહ આપી હતી. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, ચૂંટણી દરમિયાન આવા નિવેદન આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

ABOUT THE AUTHOR

...view details