ગુજરાત

gujarat

ETV Bharat / state

Communal violence in Savli: સાવલીના ગોઠડા ગામમાં બે જૂથો વચ્ચે કોમી હિંસા, ત્રણ ઈજાગ્રસ્ત

વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો(Communal violence in Savli) થયો હતો. ગોઠડામાં થયેલા પથ્થરમારા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો. આ પથ્થરમારાના પગલે ગામમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને આ પથ્થરમા૨ામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Communal violence in Savli: સાવલીના ગોઠડા ગામમાં બે જૂથો વચ્ચે કોમી હિંસા, ત્રણ ઈજાગ્રસ્ત
Communal violence in Savli: સાવલીના ગોઠડા ગામમાં બે જૂથો વચ્ચે કોમી હિંસા, ત્રણ ઈજાગ્રસ્ત

By

Published : Apr 13, 2022, 12:19 PM IST

વડોદરાઃસાવલી તાલુકાના ગોઠડા ગામમાં બે જૂથો વચ્ચે કોઈ કારણસર પથ્થરમારો થતા (communal violence in gujarat )પોલીસની વિવિધ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ પર(Vadodara Savli Police) કાબુ મેળવી લીધો હતો. પથ્થરમારામાં ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. ગોઠડા ગામમાં મોડી સાંજના અચાનક બે કોમના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. ભારે દોડધામના દ્રશ્યો(Communal violence in Savli) સર્જાયા હતા. પથ્થરમારાના પગલે ગામમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો અને સામસામે (Stoned in two com-munities in Savli)પથ્થરમા૨ામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પથ્થરમારા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

જૂથો વચ્ચે પથ્થરમારો

આ પણ વાંચોઃCommunal Violence In Himmatnagar: પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનારા 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

રામનવમી બાદ ગામમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયુ -રામનવમીના પ્રસંગ (Ramanavami 2022)બાદ ગામમાં કોમી અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પ્રત્યાઘાત રૂપે મંગળવારે સાંજના સમયે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા. આ બનાવના પગલે સાવલી પોલીસ સહિત જિલ્લાની વિવિધ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ તોફાની તત્વો સામે કવાયત હાથ ધરી હતી. સાથે સાથે ગામમાં વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે પોલીસે પેટ્રોંલિંગ હાથ ધર્યું હતું. હાલ ગામમાં તંગદીલી ભર્યુ વાતાવરણ સર્જાયું છે. ગોઠડા ગામમાં પોલીસની ટીમોએ રાઉન્ડ અપ ચાલુ કર્યું છે. પોલીસ વિભાગે આ ઘટનાના પ્રત્યાઘાતો અન્ય ગામોમાં ન પડે તે માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

આ પણ વાંચોઃHimmatnagar Communal Violence: સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકનારા વ્યક્તિની અટકાયત

ABOUT THE AUTHOR

...view details