ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાઃ કલેક્ટરે પદરા શહેરની મુલાકાત લીધી, વધુ એક હોસ્પિટલને કોવિડ સારવાર માટે મંજૂરી આપી - કોવિડ કેર સેન્ટર

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે પાદરાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન કોવિડની સારવાર માટે વધુ એક હોસ્પિટલની મંજૂરી આપી છે. ઓક્સિજનની સુવિધા ધરાવતા 40 સહિત 52 બેડને મંજૂરી આપી છે. જેને કારણે હવે પાદરામાં કોરોના સારવાર માટે કુલ 122 બેડ ઉપલબ્ધ રહેશે.

Collector visited Padra
Collector visited Padra

By

Published : Sep 25, 2020, 7:24 PM IST

વડોદરાઃ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે શુક્રવારના રોજ પાદરા શહેરની મુલાકાત લઈને કોવિડ સારવારની સુવિધાઓને વ્યાપક બનાવતા નિર્ણયો સ્થળ પર જ લીધા હતા અને તેનો તાત્કાલિક અમલીકરણ કરવાની સૂચનાઓ આપી હતી. શાલિની અગ્રવાલે પાદરા ખાતેની કોવિડ સારવાર માટેની માન્ય હોસ્પિટલોની સંખ્યામાં, બેડની સંખ્યામાં અને કોવિડ કેર સેન્ટર ખાતે ઉપલબ્ધ બેડની સંખ્યામાં વધારો કરવાના નિર્ણયોનો પણ તાત્કાલિક અમલ કરાવ્યો હતો.

કલેક્ટરે પદરા શહેરની મુલાકાત લીધી

કલેક્ટરની આ મુલાકાતને પગલે કોવિડ સારવાર માટે હાલમાં પાદરાના માન્ય દવાખાનાઓમાં ઉપલબ્ધ 70 બેડની સંખ્યા વધીને 122 બેડ થઈ છે. 52 નવા વધારવામાં આવેલા બેડમાં 40 બેડ ઓક્સિજન આપવાની સુવિધા ધરાવે છે. એક નવી હોસ્પિટલને સારવાર માટે મંજૂરી આપવાની સાથે વધુ એક હોસ્પિટલમાં 3 દિવસમાં તમામ તૈયારીઓ પૂરી કરી હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ થશે તેમ શાલિની અગ્રવાલેે જણાવ્યું હતું. જ્યારે એક હયાત હોસ્પિટલમાં પથારીની સંખ્યા વધારવા મંજૂરી આપી હતી. આમ, પાદરામાં હવે માન્ય હોસ્પિટલોની સંખ્યા વધીને 5 થઈ છે.

ઓક્સિજનની સુવિધા ધરાવતા 40 સહિત 52 બેડને મંજૂરી આપી

પાદરામાં 15 બેડ સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને કલેક્ટરની સૂચનાથી બેડની સંખ્યા વધારીને 30 કરવામાં આવી હતી. આજે શાલિની અગ્રવાલેે મુલાકાત સમયે આ બેડની સંખ્યામાં વધુ 30નો વધારો કરાવ્યો હતો. તેના પગલે હવે બેડ ક્ષમતા વધીને 60 થઈ છે. શાલિની અગ્રવાલેે જણાવ્યું કે, આ સમગ્ર આયોજન આગોતરી તકેદારીના ભાગ રૂપે કરવામાં આવ્યું છે, જેથી આગામી સમયમાં લોકોને કોરનાની સરવાર કરાવવા માટે સરળતાથી પાદરા ખાતે જ મળી રહેશે.

હવે પાદરામાં કોરોના સારવાર માટે કુલ 122 બેડ ઉપલબ્ધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details