ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: MS યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી 10 ઓગસ્ટે યોજાશે - ગઠબંધન

વડોદરાઃ MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી યુનિયનની ચૂંટણી આગામી 10 ઓગસ્ટે યોજાશે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા પ્રચાર પડઘમ શરુ કરી દેવામાં આવ્યા છે. MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ઉમેદવારના નામની જાહારાતની સાથે ગઠબંધનનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડોદરા MSU વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ગઠબંધનનું રાજકારણ

By

Published : Jul 30, 2019, 12:12 PM IST

મળતી માહિતી મુજબ M.S યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘોમાં પણ મુખ્ય રાજકીય ધારા પ્રમાણે ચૂંટણી લક્ષી ગઠબંધનનો માહોલ જોવા મળી રહ્યો છે. ABVVA, AGSG ગૃપ સાથે તો NSUIએ જય હો ગૃપ સાથે અને રોયલ ગૃપે AISએ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. NSUIએ VPના ઉમેદવાર તરીકે હિના પાટીદાર અને UGS ના ઉમેદવાર તરીકે સલોની મિશ્રાના નામની જાહેરાત કરી હતી. જ્યારે ABVPએ કોમર્સ FGSના ઉમેદવાર તરીકે પ્રદિપ રબારીના નામની જાહેરાત કરી હતી. VP અને UGS ના ઉમેદવારોના નામની જાહેરાત મંગળવારે કરશે.

ABOUT THE AUTHOR

...view details