ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: મેઘ કહેરનો ભોગ બનનારને CMએ કરી 4ની લાખ જાહેરાત - જાહેરાત

વડોદરા: શહેરમાં પડેલા 20 ઇંચ જળબંબાકાર વરસાદે તબાહી મચાવી હતી. વડોદરામાં વરસાદી આફત વચ્ચે 4 મૃતકોના પરિવારજનોને રૂપિયા 4-4 લાખની સહાય રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. વડોદરામાં ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતા 4 મજૂરોના મોત થયા હતા. જેને લઈને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે.

Vadodara Etv bharat

By

Published : Aug 2, 2019, 1:39 PM IST

જ્યારે વડોદરાની પરિસ્થિતિ મુદ્દે રાજ્ય સરકાર જે લોકોને 3 દિવસ માટે સ્થળાંતરિત કરાયા છે. તેમને કેશડોલ્સ આપવામાં આવશે. તો જે લોકોની ઘરવખરીને નુકસાન થયું છે. તે પણ લોકોને આપવામાં આવશે. વડોદરામાં વરસાદને 40 કલાક વિત્યા બાદ પણ હજી સુધી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આફતના સમયે નગરવાસીઓ સાથે આર્મીના જવાનો અને NDRFની ટિમ ખડે પગે રહી છે. 4 મૃતકોના પરિવારને રૂ. 4-4 લાખની સહાયની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. અન્ય બે કિસ્સાઓમાં વીજ કરંટ લાગતા અને અન્ય કારણસર 2 લોકોના મોત થયા હતા.

વરસાદને લઈ CMની જાહેરાત

ABOUT THE AUTHOR

...view details