ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં સેન્ટીનરી મેથોડીસ ચર્ચના 150 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી - Christmas 2022

25મીએ સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણી(Christmas Celebration 2022 in gujarat) કરવામાં આવશે. જે અંતર્ગત વડોદરામાં સેન્ટીનરી મેથોડીસ ચર્ચના 150 વર્ષ પૂર્ણ(celebrate 150 years of Centenary Methodist Church) થયા છે. જેના ઉજવણીના ભાગરૂપે 150 ફુગ્ગા ઉડાડીને 150 વર્ષની ઉજવણી કરવામાં આવશે. તદુપરાંત 150 ફૂડ પેકેટને ગરીબોમાં દાન કરશે. સાથે ક્રિસમસને લઈ રોડ રસ્તાઓ પર પણ ક્રિસમસ ડ્રેસ, ટેબ્લો, કિચન અને ડેકોરેશનની વિવિધ સામગ્રી જોવા મળી રહી છે.(Christmas 2022)

25મીએ સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણી
25મીએ સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણી

By

Published : Dec 23, 2022, 7:06 PM IST

વડોદરામાં સેન્ટીનરી મેથોડીસ ચર્ચના 150 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી

વડોદરા: સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણીની તૈયારીઓ(Christmas Celebration 2022 in gujarat) ચાલી રહી છે. વડોદરામાં ક્રિસમસની તૈયારીઓ નવેમ્બર મહિનાના અંતથી શરૂ કરી દેવામાં આવે છે. વડોદરામાં સેન્ટીનરી મેથોડીસ ચર્ચના 150 વર્ષ પૂર્ણ થતાં ક્રિસમસની ખાસ ઉજવણી(celebrate 150 years of Centenary Methodist Church) કરવામાં આવશે.(Christmas 2022)

150 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમ: વડોદારમાં ધ સેન્ટીનરી મેથોડીસ ચર્ચ જે ગુજરાતનું પ્રથમ ચર્ચ છે, જે 150 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે તમામ ભક્તનું પુષ્પથી સ્વાગત કરવામાં આવશે. ચર્ચના અધિકારીઓનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ 150 ફુગ્ગા ઉડાડીને 150 વર્ષની ઉજવણી કરવામાં આવશે. તદુપરાંત 150 ફૂડ પેકેટને ગરીબોમાં દાન કરશે.પરિણામે તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અત્યારે ડેકોરેશનનું કામ ચાલી રહ્યું છે. સાથે ક્રિસમસને લઈ રોડ રસ્તાઓ પર પણ ક્રિસમસ ડ્રેસ, ટેબ્લો, કિચન અને ડેકોરેશનની વિવિધ સામગ્રી જોવા મળી રહી છે.

આ પણ વાંચો:CHRISTMAS 2022: જાણો શું છે નાતાલનું મહત્વ

ક્રિસમસની વિશેષ તૈયારીઓ: ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે ખાસ ઝુંપડી તૈયાર કરવામાં આવી રહી છે. આ એ ઝુંપડી છે, જ્યાં પ્રભુ જિસસ ક્રાઇસનો જન્મ થયો હતો. આ ડેકોરેશનમાં અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે. જિસસનો જન્મ કઈ જગ્યાએ અને કેવી રીતે થયો હતો તે અહીં ક્રિસમસના દિવસે દર્શાવવામાં આવશે. ચર્ચને શણગારવાના કામ સાથે જ લાઈટિંગ કરવામાં આવી રહી છે. પર્વને લઈ શહેરના બજારોમાં પર્વને અનુરૂપ ક્રિસમસ ટ્રી, સાન્તા ડ્રેસ, સાન્તા કેપ, સ્ટાર સહિતની વિવિધ વસ્તુનું વેચાણ વડોદરા શહેરના વિવિધ વિસ્તાર અને રોડ પર જોવા મળી રહ્યું છે.

ચર્ચનો ઇતિહાસ: ધ સેન્ટીનરી મેથોડીસ ચર્ચનો 150 વર્ષનો ઇતિહાસ રહેલો છે. આ ચર્ચ ભેટમાં મળેલ છે. વર્ષ 1880માં ફતેગંજમાં અત્યારે જે સ્થળ પર ચર્ચ છે ત્યાં નાનું ચર્ચ હતું. ત્યારબાદ વર્ષ 1903માં અત્યારે જે ચર્ચ છે તે બનાવવામાં આવ્યું હતું અને વર્ષ 2013માં આ ચર્ચને રેનોવેટ કરવામાં આવ્યું.

આ પણ વાંચો:ક્રિસમસ અને નવા વર્ષને બનાવો ખાસ, ઓછા બજેટવાળી જગ્યાએ રજાઓ ગાળો

21 તોપોની સલામી આપી અભિવાદન: આ અંગે માહિતી આપતા ચર્ચના મુખ્ય ધર્માધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચર્ચમાં બે મિનારા હોય છે જેના પર એક બાજુ મધ્યસ્તંભ હોય છે તેના પર પ્રભુ જિસસ ક્રાઇસને આ મધસ્તંભ પર જોડી દેવામાં આવ્યા છે જે એક પ્રતીક સમાન છે. જ્યારે બીજા મિનારા પર ઘંટ લટકાવવામાં આવે છે જ્યારે આ ઘંટ વગાડવામાં આવે ત્યારે ભક્તિની શરૂઆત થાય છે. ખાસ આ ચર્ચમાં ખાસ ત્રણ ઘંટ ઇંગ્લેન્ડથી લાવવામાં આવ્યા હતા અને ત્યાં આ પ્રમાણેના ચર્ચ ઘંટ બનતા હતા. જેના વજનને જોતા ભારે જાહેમતથી મિનારા પર લટકાવવામાં આવ્યો હતો. જે તે સમયે નરહરિ હોસ્પિટલ બાજુ ખુલ્લા મેદાનમાં દોરડું ખેંચવામાં આવે ત્યારે તે વાગે. આ દોરડું રેવરન રોબોર્ટ વોર કે જે ગાયકવાડના અંગત મિત્રા હતા જે પોતે દોરડું ખેંચી ઘંટ વગાડી દિવ્ય ગીત ગાવામાં આવ્યું હતું. આ ઘંટ વગાડતાજ મણેજા અને ગોત્રી ,છાણી સુધી ઘંટનો રણકાર સંભળાતો હતો. આ ઘંટના રણકારની સાથે જ તે સમયે સયાજીરાવ ગાયકવાડે 21 તોપની સલામી આપી અભિવાદન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details