અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાની જીવલેણ ઘટના એ રાઈડની સેફટી સાથે મરામતના મામલે અનેક સવાલો ઉભા કર્યા છે, ત્યારે રાજ્યના બીજા શહેરોમાં ચાલતા એમ્યુઝમેન્ટ પાર્કમાં સલામતીના ધોરણની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
કાંકરિયા રાઈડ દુર્ઘટના બાદ વડોદરા તંત્ર હરકતમાં, એમ્યુઝમેન્ટ પાર્કમાં સલામતીની ચકાસણી - amusement park
વડોદરાઃ શહેરના કમાટીબાગમાં વિવિધ રાઈડનું ટેક્નિકલ ચેકીંગ કરવામાં આવ્યુ હતું. વડોદરા મનપા દ્વારા તમામ એમ્યુઝમેન્ટ પાર્ક સંચાલકોને સુરક્ષાના કડક નિયમોનું પાલન કરવા આદેશ આપવામાં આવ્યા છે.
વડોદરા કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં પીપીપી ધોરણે એમ્યુઝમેન્ટ પાર્ક ચાલી રહ્યું છે, ત્યારે અમદાવાદની રાઈડ તૂટવાની ઘટનાના પગલે મનપાએ પણ કમાટીબાગમાં વિવિધ રાઈડની સલામતીના ધોરણોને ચકાસવાના આદેશ આપ્યા છે, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.
અમદાવાદ રાઈડ તૂટવાની દુર્ઘટનાથી સલામતી સામે જે સવાલો ઉભા થયા છે અને વિવિધ રાઈડમાં કોઈ ટેકિનિકલ ખામી ન રહી જાય તે માટે સૌથી વ્યસ્ત એમયુજમેન્ટ પાર્કના સંચાલકો પણ સતર્ક થઈ ગયા છે, અને મનપાના આદેશના પગલે વિવિધ રાઈડની ટેકિનકલ ચકાસણી સોમવારે કરવામાં આવી હતી.