વડોદરામાં વન્યજીવન સૃષ્ટિ આધારિત વિધ્નહર્તા બન્યા આકર્ષણનું કેન્દ્ર - વિધ્નહર્તા
વડોદરા: શહેરમાં વન્યજીવનની થીમ સાથે વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી લોકોને વન્યજીવન અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી શકાય તે હેતુંથી ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશ અને ગુજરાતમાં ભગવાન વિઘ્નહર્તા ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના નાના મોટા અને શહેરો અને મહાનગરોમાં વિવિધ થીમો પર ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. જેમાં અલગ અલગ સમાજિક સંદેશો લોકોને આપવામાં આવતો હોય છે. આજકાલ અલગ અલગ થીમ પર ગણપતિ પંડાલોમાં વિવિધ થિમોને ધ્યાનમાં રાખીને શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે.
વન્યજીવન સૃષ્ટિ આધારિત વિધ્નહર્તા બન્યા આકર્ષણનું કેન્દ્ર
વડોદરા શહેરમાં શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ દ્વારા એક અલગ થીમ સાથે વિઘ્નહર્તાનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ ગ્રુપ દ્વારા અનોખી થીમ પર શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગણેશ પંડાલમાં શ્રીજીની પ્રતિમાની આસપાસ વનયજીવ શ્રુષ્ટિની આબેહુબ થીમ ઉભી કરવામાં આવ્યું છે. જેમાં શ્રીજીની આસપાસ જંગલના હિંસક પ્રાણીઓનો અવાજ અને પક્ષીઓનો અવાજની સાથે જંગલનું આબેહુબ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.