વડોદરામાં એવું તો શું થયું એક સાથે વધવા લાગ્યા કન્જક્ટીવાઈટીસ વડોદરા:છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં કન્જક્ટીવાઈટીસ (આંખો આવવી) ના કેસોમાં સતત વધારો થયો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રાજના 200થી વધુ આંખો આવવાના કેસો નોંધાઈ રહ્યા છે. આંખોના ઇન્સ્પેક્શનમાં વધારો થતાં શહેરની ગોત્રી હોસ્પિટલમાં અલગથી ઓપીડી શરૂ કરવાની પણ જરૂરિયાત જણાઈ રહી છે. આ કેસમાં થતા વધારાથી ગભરાવાની જરૂર નથી પરંતુ કેટલીક કાળજી રાખવાની જરૂર છે. આ અંગે નિષ્ણાત શુ કહે છે જાણીએ. માત્ર વડોદરા જ નહીં રાજકોટ, અમદાવાદ અને ગ્રામ્ય પંથકમાં પણ આ પીડા વધી રહી છે. સરકારનું આરોગ્ય તંત્ર અભિયાન રૂપે આ નીવેડો લાવશે કે નહીં એ ચર્ચા આરોગ્ય લોબીમાં થઈ રહી છે.
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં આજે એક જ દિવસમાં કન્જક્ટીવાઈટીસના 42 દર્દીઓ નોંધાયા હતા. રાજ્યના ઘણા શહેરોમાં આંખો આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આંખો આવવી એ સામાન્ય અને જૂની બિમારી છે. આંખો આવે એટલે આંખોમાં પાણી આવવું, આંખો લાલ થવી, આંખોમાં સોજા અને ખળવાળ આવે છે-- ડો.હિતેશ રાઠોડ (ગોત્રી હોસ્પિટલના નોડેલ ઓફિસર)
સામાન્ય વાયરલ બિમારી:આંખો આવે એટલે કોઇ ઘરગથ્થુ ઇલાજ ન કરતા, નજીકની કોઇપણ હોસ્પિટલમાં જશો તો તમને આંખના ટીપા આપવામાં આવશે. જેનાથી તમને 7 દિવસમાં ઘણી રાહત થઈ જશે. આ તમામ સારવાર ગોત્રી હોસ્પિટલમાં હાલમાં આપવામાં આવી રહી છે. હવે જો આંખો આવવાના કેસોમાં વધારો થશે તો તેની અલગથી ઓપીડી શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. તકેદારીના ભાગરૂપે ગોગલ્સ પહેરવા જોઇએ. આંખોને અડવુ ન જોઇએ અને હાથને સેનેટાઇઝરથી સાફ રાખવા જોઇએ. કોઇ વ્યક્તને દર્દી અડે, તે વસ્તુને કોઇ વ્યક્તિએ અડવી ન જોઇએ. તકેદારી રાખો અને સાવચેત રહો. ચિંતા કરવાની જરૂર નથી. આ સામાન્ય વાયરલ બિમારી છે.
આ બીમારીના લક્ષણો: આ બીનારી થતાની સાથે આંખો લાલ થઈ જાય છે.આંખમાં સતત ખંજવાળ આવે છે. આંખમાંથી સતત પાણી પડતું રહે છે. આંખમાં દુઃખાવો અને આંખના પોપચાં ચોંટી જવા લાગે છે. ઘણી વખત આંખમાંથી પરૂ પણ નીકળી શકે છે. આ બીમારી થવાના કારણો: આ બીનારી થવાના ગણા કારણો છે પરંતુ તેમાં ખાસ કરીને વાયરલ અને બેકટેરીયલ કન્જકટીવાઇટીસછીંક/ખાંસી ખાતા ચેપ લાગે છે. કોઈ વ્યક્તિના સીધા સંપર્ક દ્વારા આ બીમારી ફેલાય છે. એલર્જીથી થતાં કન્જકટીવાઇર્સીસ સંકળાયેલ હોય છે. પાલતુ પ્રાણીના ખોડાથી પણ આ બીમારી થઈ શકે છે. સાથે ધૂળ-રજકણ કચરાથી અને કુલ-ફળ પરાગરાજથી પણ આ બીમારીની અસર થાય છે. આ બીમારી સામાન્ય છે જેનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતીની જરૂરિયાત છે.
થાય તો શું કરવું જોઈએ: સંક્રમિત વ્યક્તિએ ચશ્મા પહેરવા જોઈએ, આંખમાંથી પાણી નીકળતું હોય તો એ વહીને ગાલ પર આવે ત્યારે ટીસ્યુ પેપરથી સાફ કરવું જોઈએ, ચેપી વ્યક્તિનો રૂમાલ અલગ રાખવો જોઈએ, સંક્રમિત વ્યક્તિએ વારંવાર હાથ ધોવા જોઈએ, ચેપી બાળકની કાળજી લેનાર વાલીએ વાંરવાર હાથ ધોવા જોઈએ, તબીબોની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ.
શું ન કરવું જોઈએ:હાથ આંખને અડાડવો નહીં કે આંખ ચોળવી નહીં, સંક્રમિત વ્યક્તિ સાથે હસ્તધુનન ટાળવું તેમજ તેણે અડેલી વસ્તુને અડવું નહીં, સંક્રમિત વ્યક્તિએ ઉપયોગ કરેલી વસ્તુનો ઉપયોગ ટાળવો, જાતે એન્ટીબાયોટીક કે સ્ટિરોઇડના ટીંપા આંખમાં નાખવા નહીં, સંક્રમિત બાળકો સાથે બીજા બાળકોએ રમવાનું ટાળવું જોઈએ.
- Vadodara News : વડોદરામાં પાણીપુરી બનાવાતા સ્થળ પરથી 200 કિલો અખાદ્ય જથ્થાનો તંત્રએ નાશ કર્યો
- Vadodara News: ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળાના દર્દીઓ વધ્યા, લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ