ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા તંત્રના અણઘડ આયોજનના કારણે પરપ્રાંતીયો 2 કિ.મી ચાલી ફોર્મ ભરવા પહોંચ્યા - lockdown news of vadodara

કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા દેશવ્યાપી લોકડાઉનના એલાનને પગલે વડોદરામાં ફસાઇ ગયેલા પરપ્રાંતીયોની હાલત દયનીય બની ગઇ છે. તંત્રના અણઘડ આયોજનના કારણે પાસ કઢાવવા માટે પરપ્રાંતીયોને બે કિ.મી. ચાલીને ઉત્તર ઝોનની ઓફિસમાં જવાની ફરજ પડી હતી. તેમજ ફોર્મ ભરવા માટે અને સ્ક્રિનિંગની પ્રક્રિયા માટે પરપ્રાંતીયો કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રોકાયા હતા જે વડોદરા તંત્રના અણઘડ આયોજનનો ઉત્તમ નમૂનો છે.

વડોદરા તંત્રના અણઘડ આયોજનના કારણે પરપ્રાંતીયો 2 કિ.મી ચાલી ફોર્મ ભરવા પહોંચ્યા
વડોદરા તંત્રના અણઘડ આયોજનના કારણે પરપ્રાંતીયો 2 કિ.મી ચાલી ફોર્મ ભરવા પહોંચ્યા

By

Published : May 7, 2020, 8:34 PM IST

વડોદરા: છેલ્લા 50 દિવસથી વડોદરામાં ફસાઇ ગયેલા ઉત્તરપ્રદેશ, બિહાર સહિત વિવિધ રાજ્યોના શ્રમજીવીઓ હવે વહેલી તકે પોતાના વતન જવા માટે બેબાકળા બની ગયા છે. સ્ક્રિનિંગ અને ફોર્મ ભરવા માટે પરપ્રાંતીયોને કલાકો સુધી બળબળતા તાપમાં ભૂખ્યા અને તરસ્યા 2 કિ.મી ચાલીને પાસ કઢાવવા ઉત્તર ઝોનની ઓફિસે જવું પડ્યું હતું. જેની વિગતો સામે આવતા સમગ્ર આયોજનમાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે.

વડોદરા તંત્રના અણઘડ આયોજનના કારણે પરપ્રાંતીયો 2 કિ.મી ચાલી ફોર્મ ભરવા પહોંચ્યા

સ્ક્રિનિંગ અને ફોર્મ ભરવા માટે પરપ્રાંતીયો કલાકો સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રોકાયા હતા. જ્યાં આયોજનના અભાવે પરપ્રાંતીયોનો ધસારો થઇ જતાં અધિકારીઓએ ઓફિસ બંધ કરી દીધી હતી અને પરપ્રાંતીયોને ઓફિસ બહાર જ બેસી રહેવુ પડ્યુ હતું. આ ઘટના અંગે પરપ્રાંતીયોએ ભારે રોષ ઠાલવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details