વડોદરા પાદરા હાઈવે પર BMW કારમાં આગ ભભૂકી વડોદરા:વાહનોમાં આગ લાગવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે. જેમાં ચાલત વાહનમાં અચાનક આગ લાગી જતું હોવાનું જોવા મળતું હોય છે. આવી ઘટનાઓમાં સમયસૂચકતા ન રાખી કેટલાક લોકો મોતને ભેટતા પણ જોવા મળતા હોય છે. આવી જ એક વાહનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના પાદરા હાઇવે રોડ પર ચાલતી BMW ગાડીમાં અચાનક આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ગાડી પસાર થઈ:વડોદરાના પાદરા હાઈવે પર સાંગમા ગામ પાસેથી એક BMW ગાડી પસાર થઈ રહી હતી. જેમાં એકાએક આગ લાગતા ગાડીમાં બેસેલા લોકોએ તાત્કાલિક ગાડીને ઉભી રાખી તેમાંથી બહાર નીકળી ગયા હતા. જે બાદ જોત જોતામાં આખી ગાડી આગની ઝપેટમાં આવતા આખી ગાડી લોકોની સામે ભડકે બળતી જોવા મળી હતી. આગ લાગતા આસપાસના લોકોમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ફાયર વિભાગને ઘટના અંગે જાણ થતા પાદરા અને વડોદરા ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. ગાડીમાં લાગેલી આગને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ કરવામા આવી હતી.
આ પણ વાંચો Vadodara Crime : 1.68 લાખનો વિદેશી દારૂ સાથે પોલીસે ત્રણ ઝડપ્યા, બે વોન્ટેડ
ટ્રાફિક જામ:વડોદરા પાદરા રોડ પર જાહેર માર્ગ પર BMWમાં આગ લાગતા ત્યાંથી પસાર થતા લોકો ત્યાંજ અટકી ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. કારમાં આગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જતા જોવા મળ્યા હતા. જ્યાં બીજી તરફ કારમાં આગ લાગતા આસપાસના લોકો દ્વારા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગને ઘટના અંગે જાણ થતા પાદરા અને વડોદરા ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.
આ પણ વાંચો Vadodara Crime : મને કોઇ મારવા આવે છે કહી નીકળેલા હેડ કોન્સ્ટેબલનો સાચે જ મૃતદેહ મળ્યો, 10 દિવસથી ગુમ હતાં
આગ પર કાબૂ:ફાયરવિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ કરવામાં આવી હતી.આગ કાબુમાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જે બાદ પાદરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જ્યા બીજી તરફ કારમાં સવાર લોકોએ સમયસૂચકતા વાપરી કારમાંથી નીકળી જતા ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, આગ લાગતા આખી કાર બળીને ખાખ થઈ ગઈ હોવાથી પાદરા પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.