ગુજરાત

gujarat

ETV Bharat / state

J.P.Nadda Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડા ગુજરાત સભા સંબોધશે, વડોદરામાં બાઈક રેલી - Vadodara BJP Body

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તારીખ 10 જુલાઈના રોજ તેઓ પંચમહાલ જિલ્લાના એક અને વડોદરા જિલ્લાના ત્રણ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ પછી તેઓ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી શકે છે. જોકે, ગાંધીનગરમાં મુખ્યપ્રધાન સોમવારે મુલાકાતીઓને નહીં મળે.

J.P.Nadda Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય નડ્ડા ગુજરાત સભા સંબોધશે, વડોદરામાં બાઈક રેલી
J.P.Nadda Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય નડ્ડા ગુજરાત સભા સંબોધશે, વડોદરામાં બાઈક રેલી

By

Published : Jul 10, 2023, 8:23 AM IST

Updated : Jul 10, 2023, 9:11 AM IST

વડોદરાઃ વડોદરાના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે મુખ્યપ્રધાન મુલાકાતીઓને નહીં મળી શકે, જે.પી.નડ્ડા ગુજરાતમાં આવીને સૌથી પહેલા પંચમહાલ જિલ્લામાં જશે. જ્યાં સવારે 11 વાગ્યે લોકસભા વિસ્તારની જાહેર સભામાં ખાસ હાજરી આપશે. ગોધરા પાસે લુણાવાડ હાઈવે નજીક પંચામૃત ડેરીની સામે આવેલા મેદાનમાં એક જાહેર સભાનું આયોજન કરાયું છે. જેમાં તેઓ ભાજપના આગેવાન, નેતાઓ તથા કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ ઉપરાંત એક બેઠક યોજીને આગામી ચૂંટણી અંગે પણ મોટું માર્ગદર્શન આપી શકે છે.

વડોદરામાં સંપર્કથી સમર્થનઃબપોરના 2.30 વાગ્યે તેઓ વડોદરા પહોંચશે. જ્યાં તેઓ વડોદરાના ભાજપના નેતાઓ તથા આગેવાનો સાથે ખાસ મુલાકાત કરશે. આજવા રોડ પંડિત દિનદયાલ ઉપાધ્યાય હોલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અહીં પોણા ચાર વાગ્યા આસપાસ એક સંમેલન પણ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા લોકસભા વિસ્તારના ભાજપ સંગઠનના નેતાઓ તથા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે શ્રીજી પાર્ટીપ્લોટ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે.

ચૂંટણીની તૈયારીઓ શરૂઃભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા પણ નડ્ડાએ તેલંગણા અને દિલ્હીમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો કર્યા હતા. ખાસ કરીને સરકારની સિદ્ધિઓને આગળ કરીને લોકઅપીલ કરી હતી. જોકે, ગુજરાતમાં કોઈ મોટો એક્શન પ્લાન તૈયાર થઈ રહ્યો હોય એવું રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ વખતે લોકસભાનો ચૂંટણી પ્રચાર ગુજરાતને પ્રાથમિકતા આપીને શરૂ કરાઈ શકે છે.

બાઈક રેલીઃભાજપ સંગઠન તરફથી નડ્ડાની મુલાકાતને ધ્યાને લઈને એક બાઈક રેલીનું પણ આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યમાં ભાજપના યુવા નેતાઓ ભાગ લેશે. કાર્યકર્તાઓ પણ જોડાશે. આજવા રોડ ખાતે આ રેલીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ માટેની તૈયારીઓ ભાજપ સંગઠનમાં શરૂ થઈ ચૂકી છે. જેમાં જુદા જુદા વિસ્તારના સાંસદ જે તે મોટી હસ્તીઓને સાંકડીને સંપર્કથી સમર્થન અભિયાનને આગળ વધારી રહ્યા છે.

  1. Vadodara News : વડોદરામાં ડો.સુબ્રમણ્યમ સ્વામીનું વિવાદાસ્પદ નિવેદન, મોદીને ફરી PM ન બનાવવા જોઈએ
  2. Vadodara News : 222 કરોડના ખર્ચે બનેલો રાજ્યનો સૌથી લાંબો બ્રિજ ફરી વિવાદમાં, કાર ઉપર પથ્થર પડતા નાગરિકનો આબાદ બચાવ
Last Updated : Jul 10, 2023, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details