વડોદરાઃતહેવારો પહેલા જવડોદરાની પ્રજાનેઉપર મોંઘવારીનો(Inflation hit the people of Vadodara) વઘુ એક માર પડ્યા છે.મોંઘવારીમાં પીસાતી પ્રજાને વધુ એક આર્થિક ફટકો પડ્યો છે. બરોડા ડેરીએ(Baroda dairy) ઘીના ભાવમાં કિલોદીઠ 20 રૂપિયાનો વધારો કર્યો છે. બરોડા ડેરીમાં દૂધની આવકમાં 11.04 ટકાનો ઘટાડો થયો છે. જેની સીધી અસર ઘીના ઉત્પાદન પર પડી છે. વર્ષ 2021-22માં દર મહિને બરોડા ડેરી 63થી 70 ટન ઘીનું ઉત્પાદન કરતી હતી. હાલમાં ઉત્પાદન ઘટીને 55 ટન પર પહોંચતાં તહેવારો દરમિયાન જ લોકોને મોંઘવારીનો સામનો કરવો પડશે.
આવકમાં ઘટાડોઃરાજ્યમાં પશુઓમાં આવતી બિમારીઓના લીધે,સમગ્ર રાજ્યની 18 દૂધ મંડળીઓમાં દૂધની આવકમાં 6 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જેની અસર બરોડા ડેરી પર વર્તાઈ રહી છે. જેના લીધે બરોડા ડેરીએ અગાઉ દૂધના ભાવમાં વધારો કર્યો હતો., એપ્રિલ 2022થી ઓગસ્ટ સુધીમાં દૂધની રોજની સરેરાશ આવક 6 લાખ 47 હજાર લિટર હતી. જે એપ્રિલ 2022થી ઓગસ્ટ સુધીમાં 5 લાખ 76 લિટર થઈ હતી.