ગુજરાત

gujarat

ETV Bharat / state

Baroda Dairy Controversy : પ્રમુખના રાજીનામા બાદ ઇનામદારે બરોડા ડેરીને લઈને હૈયા ધારણા આપી - બરોડા ડેરી પર આરોપ

બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામા બાદ કેતન ઇનામદારની પ્રતિક્રિયા આવી છે. કેતન ઇનામદાર કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી નવું બોર્ડ નહીં બને ત્યાં સુધી કોઈ આંદોલનની વાત નહીં. આ ઉપરાંત પશુપાલકોના હિતને લઈને પણ હૈયા ધારણા આપી હતી.

Baroda Dairy Controversy : પ્રમુખના રાજીનામા બાદ ઇનામદારે બરોડા ડેરીને લઈને હૈયા ધારણા આપી
Baroda Dairy Controversy : પ્રમુખના રાજીનામા બાદ ઇનામદારે બરોડા ડેરીને લઈને હૈયા ધારણા આપી

By

Published : Feb 23, 2023, 1:42 PM IST

બરોડા ડેરીને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન

વડોદરા : વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની સહકારી સંઘ ક્ષેત્રની બરોડા ડેરી લાખો પશુપાલકોની તારણહાર છે. બરોડા ડેરી પર ધારાસભ્ય કેતન ઇનામદારના ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ સતત વિવાદમાં રહી છે. ગઈકાલે સાંજે એકા એક બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ જી.બી. સોલંકીના રાજીનામા બાદ કેતન ઇનામદાર દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કેતન ઇનામદારને આવા વ્યક્તિગત નિર્ણયોથી ફાયદો એટલા માટે નથી કે કેતન ઇનામદાર ભવિષ્યમાં બરોડા ડેરીના વહીવટમાં જવાના નથી કે કોઈ દિવસ ચૂંટણી લડવાના નથી. તેમજ ના તો કોઈ ડેરીનો વહીવટ લેવાના નથી, પરંતુ બરોડા ડેરીના લાખો પશુપાલકોના હિતની વાત આવશે, ત્યારે હું ચોક્કસ તેમનો અવાજ બનીશ.

નવું બોર્ડ નહીં ત્યાં સુધી કોઈ આંદોલન નહીં :હાલ પૂરતું પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ તેઓના જણાવ્યા અનુસાર જ્યારે બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે, ત્યારે જ્યાં સુધી નવું બોર્ડ નહીં બેસે ત્યાં સુધી કોઈ આંદોલનની વાત નહીં. આ વખતે સો ટકા પશુપાલકોના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે. તેવી ચોક્કસ હૈયા ધારણા આપી છે. મને વારંવાર પ્રદેશ અધ્યક્ષ દ્વારા મારો અવાજ જ્યારે જ્યારે બહાર આવ્યો છે, ત્યારે ત્યારે તેઓ દ્વારા મધ્યસ્થી કરવામાં આવી છે. યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ચોક્કસથી આવનાર દિવસોમાં અગાઉ પશુપાલકો માટે જે નિર્ણય લેવાતા હતા. તે જ રીતે આવનાર દિવસોમાં પશુપાલકોના હિતમાં પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યપ્રધાન દ્વારા મધ્યસ્થી કરીને લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો :Baroda Dairy: બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી બી સોલંકીનું રાજીનામું

રાજીનામાંથી શાંતિ સ્થાપિત થઈ:છેલ્લા કેટલાય સમયથી બરોડા ડેરી વિવાદોમાં સપડાયેલી જોવા મળી રહી છે. એક તરફ સાવલી અને કરજણના ભાજપના ધારાસભ્ય સાથે અપક્ષ વાઘોડિયાના ધારાસભ્ય મળી બરોડા ડેરી સામે પશુપાલકોને દૂધના ભાવમાં વધારાને લઈને ધરણાં કરી મોરચો માંડ્યો હતો. તો બીજી તરફ બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ એવા જી.બી. સોલંકી એકાએક રાજીનામું આપી દીધું છે. આ સમગ્ર મામલે રાજીનામું આપતા જણાવ્યું હતું કે, આ શાંતિના યજ્ઞમાં મારા પદોની આહુતિ આપી બરોડા ડેરીમાં શાંતિ સ્થાપિત થતી હોય તો હું તેનું સ્વાગત કરું છું તેવું નિવેદન આપ્યું હતું, ત્યારે તેના જવાબમાં હાલમાં બરોડા ડેરી સામે કેતન ઇનામદાર સહિત અન્ય ધારાસભ્યો જ્યાં સુધી બરોડા ડેરીમાં નવીન બોર્ડની રચના ન થાય ત્યાં સુધી કોઈ આંદોલન નહીં થાય તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો :Baroda Dairy Controversy : MLAના આક્ષેપ બાદ મંડળે કહ્યું, લાયકાત જોઈએ, અન્ય ડેરી કરતા દુધના ભાવ મળે છે વધુ

શું બરોડા ડેરીમાં રાજકારણ થઈ રહ્યું છે? :બરોડા ડેરીએ લાખો પશુપાલકોનો ભરોસો છે. આ ડેરીમાં રાજકીય ખેલ હંમેશા ખેલાતો હોય છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે પણ સવાલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આજ પ્રકારે પશુપાલકોને ન્યાય માટે આંદોલન કર્યું હતું, ત્યારબાદ ફરી એકવાર ચૂંટણી જીત્યા બાદ પશુપાલકોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી અને ધરણાં કર્યા હતા. ત્યારે બરોડા ડેરીના કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી જી.બી.સોલંકીએ રાજીનામું આપી બરોડા ડેરીમાં શાંતિ સ્થપાઈ તેવી અપીલ કરી હતી. આ મામલે કેતન ઇનામદાર દ્વારા હવે આ આંદોલન સમેટી લેવામાં આવ્યું, ત્યારે કહી શકાય કે આ બરોડા ડેરીમાં કોઈ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે. તેમજ પશુપાલકોનો ઉપયોગ થઈ રહ્યો છે. આવનાર સમયમાં બરોડા ડેરીના પ્રમુખ પદે કોણ આવે છે અને શું ફરી આંદોલન થાય છે કે કેમ? તે સૌથી મોટો સવાલ છે.

ABOUT THE AUTHOR

...view details