ગુજરાત

gujarat

ETV Bharat / state

Baba Bageshwar in Gujarat: નવલખીમાં દિવ્ય દરબાર યોજાયો, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લઈ 2 મિનિટનું મૌન પાડ્યું - Dhirendra Shastri in Rajkot

વડોદરાના નવલખીમાં દિવ્ય દરબાર યોજાયો હતો. ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે મેદાનમાં બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. બાબાના સમર્થકો સવારથી નવલખી મેદાનમાં આવી પહોંચ્યા હતા.

Baba Bageshwar in Gujarat: નવલખીમાં દિવ્ય દરબાર યોજાયો, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લઈ 2 મિનિટનું મૌન પાડ્યું
Baba Bageshwar in Gujarat: નવલખીમાં દિવ્ય દરબાર યોજાયો, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લઈ 2 મિનિટનું મૌન પાડ્યું

By

Published : Jun 4, 2023, 10:49 AM IST

વડોદરા: ગતરોજ બાઘેશ્વર ધામ સરકારનો દિવ્ય દરબાર શહેરના નવલખી મેદાન ખાતે યોજાયો હતો. કાર્યકમના નિર્ધારિત સમય કરતાં ત્રણ કલાક જેટલો વિલંબ થયો હતો. મેદાનમાં ઉપસ્થિત એક લાખથી વધુ લોકો જોડાયેલા રહ્યા હતા. પંડીત ધીરેન્દ્ર શાસ્ત્રીના નવલખી મેદાન ખાતે એન્ટ્રી થતાંજ ખુલ્લી જીપમાં ઉભા થઇ લોકોનું અભિવદન ઝીલ્યું હતું. આ સાથે ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃતકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મોબાઈલની લાઈટથી કર્યું બાબાનું સ્વાગત

કથા કરવાનું વચનઃ કાર્યક્રમના અંતમાં બાબાએ આજ નવલખી મેદાનમાં 2024માં કથા કરવાનું વચન આપ્યું હતું. દિવ્ય દરબાર 3 કલાક મોડો શરૂ થયો હતો. આ દિવ્ય દરબારમાં બાબાએ હિન્દૂ રાષ્ટ્ર માટે હિન્દુઓને જાગૃત થવા અને રાષ્ટ્ર પ્રત્યે સજા થવા માટે આવન કર્યું હતું. દિવ્ય દરબારનો સમય સાંજે છ વાગ્યાથી હતો. પરંતુ અસહ્ય ઉપરાટ અને બપોર વચ્ચે પણ લોકો બપોરે 2 વાગ્યાથી જ મોટી સંખ્યામાં મેદાનમાં પહોંચ્યા હતા.

લોકોની ભીડ ઉમટીઃ સાંજે 5:00 વાગ્યા સુધીમાં વ્યવસ્થા કરાયેલ તમામ બેરકેટમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં અંદાજિત એક લાખથી પણ વધુ લોકો બાબાના કાર્યક્રમને લઈ ત્રણ કલાક પ્રતીક્ષા કરી હતી. બાબા 9 વાગે નવલખીમાં એન્ટ્રી કરી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જ્યાં લોકોએ પોતાના મોબાઇલની ફ્લેશ લાઈટ ચાલુ કરી સ્વાગત કર્યું હતું. આ બાદમાં હિન્દૂ રાષ્ટ્ર અને દીકરીઓને લવ જેહાદથી બચવા આહવાન કર્યું હતું. બાબાના દિવ્યા દરબારમાં એક બાદ એક પરચી કાર્યક્રમ યોજાયો હતો.

નવલખીમાં લોકોની ભીડ ઉમટી

મૃતકોને શ્રદ્ધાંજલિ:બાબા બાગેશ્વર ધામ સરકારના નવલખી મેદાન ખાતેના કાર્યક્રમમાં પંડિત દીનેન્દ્ર શાસ્ત્રી ઉપસ્થિત થયા બાદ સૌપ્રથમ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલો માટે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલ લોકો માટે બે મિનિટનું મોન પાડી શ્રદ્ધાંજલિ અર્પિ હતી. આ દરમિયાન મેદાનમાં 1 લાખથી વધુ લોકો હોવા છતાં શાંતિ છવાઈ ગઈ હતી. બીજી તરફ મોટી સંખ્યામાં ઘાયલો જલ્દી સજા થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.

ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાયું

બાય રોડ આવ્યાઃ બાગેશ્વર ધામ પીઠાદીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ થી વડોદરા બાય રોડ આવી પહોંચ્યા અને ત્યારબાદ સનફાર્મા રોડ ઉપર આવેલ રિસોર્ટમાં રોકાયા હતા. ત્યારબાદ તેઓની પત્રકાર પરિષદ બાદ તેઓ જ્યારે રિસોર્ટના ઉપરના માળે લીફ્ટમાં જવા રવાના થયા હતા, દરમ્યાન લિફ્ટ ખોટકાઈ ગઈ હતી. જો કે લિફ્ટ ઓવરલોડના કારણે ખોટવાઈ હોઈ બાઉન્સરોને નીચે ઉતરતા તુરંત લિફ્ટ કાર્યરત થઈ હતી.

  1. Baba Bageshwar : વડોદરામાં હાઈફાઈ રિસોર્ટમાં જમવાને બદલે બાબા ભક્તના ઘરનું કરશે ભોજન
  2. Baba Bageshwar in Gujarat: હવે રાજનેતાઓ પણ બાબાના શરણે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીએ લીધા બાબા બાગેશ્વરના આશીર્વાદ
  3. Baba Bageshwar In Gujarat : ભાજપ અને કોંગ્રેસ બન્ને મારા ચેલા - રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, જાણો કોને કહ્યા છુપા શત્રુ

ABOUT THE AUTHOR

...view details