ગુજરાત

gujarat

By

Published : Jun 5, 2020, 7:13 PM IST

ETV Bharat / state

વિશ્વ પર્યાવરણ દિન: સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સયાજીબાગ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

5 જુન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં પર્યાવરણને અનુલક્ષીને કાર્યો થઇ રહ્યા છે, ત્યારે વડોદરામાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સયાજીબાગ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Etv Bharat, Gujarati News, Vadodara News
Vadodara News

વડોદરાઃ દર વર્ષે 5 જુનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. પર્યાવરણ દિવસને ઉજવવા પાછળનો હેતુ છે કે, પર્યાવરણ પ્રતિ લોકોમાં જાગૃતતા આવી શકે. પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ 1972માં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. 5 જુન 1974 ના રોજ પહેલો પર્યાવરણ દિવસ ઉજવાયો હતો.

વડોદરામાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા સયાજીબાગ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

તે દરમિયાન વર્ષ 2020 નો વિશ્વ પર્યાવરણ દિવસ વિશેષ હોય સયાજીબાગ ગાર્ડન પાસેના કાલાઘોડા સર્કલ ખાતે કોંગી કાઉન્સિલર અમી રાવત,કોંગ્રેસ ગુજરાત પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતની આગેવાનીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. આ વર્ષે ઉજવાયેલા પર્યાવરણ દિવસ ગત વર્ષોથી અલગ છે. આ વર્ષે લોકડાઉનના કારણે મોટી માત્રામાં પ્રદુષણ ઓછું થઇ રહ્યું છે. ગત્ત વર્ષો સુધી જ્યાં આપણે પર્યાવરણને લઈને વધુ ચિંતામાં હતા, ત્યાં આપણી ચિંતા આ વર્ષે ઓછી થઈ ગઈ છે અને વાતાવરણ શુધ્ધ થઇ ગયુ છે. તેથી આ વર્ષે આ દિવસ કંઈક અલગ છે. વિશ્વ પર્યાવરણ દિવસને સફળ બનાવી શકાય છે. દરેક વ્યક્તિએ સમજવાનું રહેશે કે, જ્યારે પર્યાવરણ સ્વચ્છ રહેશે ત્યારે જ આ ધરતી પર જીવ સંભવ થશે.

ABOUT THE AUTHOR

...view details