વડોદરા: ગુજરાતમાં પશુઓમાં લમ્પી વાયરસ( Lumpy Skin Disease)જોવા મળ્યો છે. આ વાયરસે માલધારીઓની ચિંતા વધી છે. તેમજ આ લમ્પી વાયરસને લઇને પશુપાલન વિભાગ દોડતું થયું છે. લમ્પી વાયરસને નાથવા માટે રસીકરણ (Vaccination against Lumpy virus)અભિયાન તેજ બનાવવાની સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી છે. જ્યારે લમ્પી વાયરસના કારણે અત્યાર સુધીમાં અમુક પશુઓના મૃત્યુ (Lumpy Skin Disease) પણ થયાં છે. ઉલ્લેખનીય છે કે વધુ પશુઓના મૃત્યુ ન થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ઈમરજન્સી બેઠક બોલાવીને રસીકરણ વધુ તેજ કરવાની સૂચના પણ અધિકારીઓને આપવામાં આવી છે.
લમ્પી સ્કિન ડીસીઝ રોગ અંગે જાગૃકતા -વડોદરા જિલ્લા પશુપાલન નિયામક ડો.જીજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે વડોદરા પંચાયત પશુપાલન વિભાગ (Vadodara Animal Husbandry Department)દ્વારા પશુપાલકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. હાલમાં પશુમાં તાવ, શરીર પર ચામઠા પડવા જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક પશુ દવાખાનનો સંપર્ક કરવા જણાવ્યું હતું. હાલમાં વડોદરા જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા વંદે ગુજરાત રથના માધ્યમથી લમ્પી સ્કિન ડીસીઝ રોગ અંગે પોસ્ટર( Lumpy virus awareness)દ્વારા માહિતી આપવામાં આવે છે.
આ પણ વાંચોઃબચાવો ! હજારો ગાયો પર મૃત્યુનું જોખમ, શું છે આનો ઈલાજ જાણો