એક બાજુ મધ્યમ અને ગરીબ વર્ગના નાગરીકોને પોતાના ધરનુ ધર મળી રહે તેવી સરકાર દ્વારા વાતો કરવામાં આવે છે. પરંતુ ધર મળ્યા પછી આ ધર કેટલા સમય સુધી ટકી રહેશે તેવી કોઇ ચર્ચા રાજનેતાઓ દ્વારા કરવામાં આવતી નથી. વડોદરા ખાતે વર્ષ 2011માં તુલસીવાડી વિસ્તારમાં 3 હજાર પરીવાર માટે નૃમ યોજના હેઠળ પાકા મકાનો બનાવવામાં આવ્યા હતાં.
વડોદરામાં આવસ સ્લેબ ઘરાશય ,પરિવારનો આબાદ બચાવ - scandal
વડોદરા : શહેરમાં કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના તુલસીવાડી વિસ્તારમાં વર્ષ 2011માં નૃમ આવાસ યોજનાના 3 હજાર આવાસના મકાનો બનાવવામાં આવ્યા હતાં. ત્યારે સાત-આઠ વર્ષ પુર્ણ થયાની સાથે જ આવાસ યોજનાના એક ધરમાં છત તુટી હતી. પરંતુ સદનસીબે આ ધટનામાં કોઇ જાનહાની થઇ ન હતી. ત્યારે સ્થાનીક નાગરીકો અને વિપક્ષના નગરસેવક દ્વારા આ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી.
વડોદરા
આ આવાસના ચોથા માળે અચાનક સ્લેબ ઘરાશય થયો હતો. ત્યારે ધડાકાભેર અવાજ આવતાં આવસામાં વસતાં પરીવારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. સ્થાનીક નાગરીકોએ જણાવ્યું હતું કે, વારંવાર રજુઆતો કરવામાં આવી છે. નવા મકાન હોવા છતાં ઘરમાં તિરાડો પડી હતી. સ્થાનીકોએ શાસકો પર આક્ષેપ કર્યો હતો કે, આવસો બાંધનાર અને ચુંટાયેલ પક્ષ વચ્ચે ભ્રષ્ટાચાર થયો છે. હલકી ગુણંવતાના મટીરીયલનો ઊપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.