વડોદરા:શહેરના સંગમ-હરણી રોડ પર સાત મહિના અગાઉ એસબીઆઇ બેન્કનું એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરીનો પ્રયાસ કરનાર બે આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ અને રૂપિયા 1000 નો દંડ કરવાનો હુકમ કર્યો છે. આરોપીઓ જો દંડ નહીં ભરે તો વધુ એક માસની સજાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
ઝડપી પાડ્યા:તારીખ 28 મે 2022 ના રોજ રાત્રિના સમયે શહેરના સંગમ-હરણી રોડ ઉપર આવેલા એસબીઆઇ બેન્કના એટીએમ મૂકવામાં આવ્યા છે. તે પૈકી એક એટીએમ તોડી તેમાંથી રૂપિયાની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બનાવની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આ બનાવની તપાસ કરી ગણતરીના દિવસોમાં બે આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓમાં મોહસીન મોહમ્મદ ખાન પઠાન અને ખાલીદ નબી હસન પઠાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો વડોદરા શહેર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ અને એલઆરડી જવાન લાંચ લેતાં ઝડપાયાં, એસીબીની સફળ ટ્રેપ
આધારે તાપસ કરી:ચોરીનો પ્રયાસ કરનાર આરોપીઓએ એટીએમ તોડતા રૂપિયા 25,000 જેટલું નુકસાન કર્યું હતું. સંગમ- હરણી રોડ ઉપર સાત મહિના અગાઉ બનેલા આ બનાવ તે સમયે ભારે ચકચાર લગાવી હતી. પોલીસ માટે આરોપીઓને ઝડપી પાડવા માટે પડકારરૂપ હતું. પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓને શોધી કાઢ્યા હતા અને પોલીસે તેઓને સજા થાય તે માટે પુરાવા એકઠા કર્યા હતા.
આ પણ વાંચો Ahmedabad Crime: બોબી પટેલ કબૂતરબાજી કેસમાં પોલીસકર્મી સસ્પેન્ડ, 30 કરોડના તોડનો દાવો
ચાર્જશીટ રાજુ કરી: પોલીસે આ બનાવવામાં સંડોવાયેલા બંને આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે વિવિધ પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે આ બંને આરોપીઓની ધરપકડ બાદ તેઓને એટીએમ તોડવા માટે ઉપયોગમાં લીધેલા સ્ક્રુ ડ્રાઇવર જેવા સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે નિર્ધારિત સમયમાં આરોપીઓને સામે ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી.
વધુ સજા:આ કેસ મ્યુનિસિપલ કોર્ટમાં ચાલી જતા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એન કે મકવાણાએ સરકારી વકીલ કે સી પંચાલની દલીલોને માન્ય રાખી આરોપી મોહમ્મદ પઠાણ અને ખાલીદ પઠાણને દોષિત ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સજા અને રૂપિયા 1000 નો દંડ ભરવાનો હુકમ ફરમાવ્યો હતો. અને દંડની રકમ ન ભરે તો બંને આરોપીઓને એક માસની વધુ સજાનો હુકમ કર્યો હતો.