- સંસ્કારી નગરી વડોદરામાં દુષ્કર્મની ઘટનામાં સતત વધારો
- એક યુવાને મહિલાને મદદ કરવા સોશિયલ મીડિયા પર જાહેર કર્યો નંબર
- મહિલાઓએ સેવાનો લાભ લઇ યુવાનના કાર્યને બિરદાવ્યું
વડોદરા : ઉત્તર પ્રદેશના હાથરસની ઘટનાથી દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે નવલખી દુષ્કર્મની ઘટના બાદ તાજેતરમાં જ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ બે નરાધમોએ મહિલાને બ્લેકમેલ કરી વારંવાર તેની પર દુષ્કર્મ કર્યા હોવાની ઘટના બની હતી. ત્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં દુષ્કર્મના 144 ગુના નોંધાયા છે.તો વડોદરા ગામમાં 58 ઘટના બની છે. પરંતુ સૌથી વધુ ભોગ સગીરાઓ બની છે. ત્યારે દુષ્કર્મની ઘટનામાં વધારો થતા વડોદરાના યુવાને મહિલાને મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર નંબર જાહેર કર્યો છે.
શહેરમાં 5 વર્ષની અંદર 144 દુષ્કર્મની ઘટના બની
હાલમાં જે પ્રમાણે દેશમાં અને ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં પણ 5 વરસની અંદર 144 દુષ્કર્મની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. અમુક ફરિયાદ પોતાની આબરૂના બીકના માર્યા લોકો પોલીસમાં ફરિયાદ કરતા નથી. જે પોલીસ ચોપડે પણ નોંધાઈ નથી. હાલ અત્યારે જ્યારે નવરાત્રી ચાલી રહી છે. પરંતુ સરકારના આદેશ મુજબ શેરી, ગરબા અને જાહેર સ્થળો પર ગરબાના આયોજન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નવરાત્રિના દિવસોમાં જ આ યુવાને પોતાનું ગ્રુપ બનાવ્યું છે. જેમાં વડોદરાના યુવાન નિલેશ વસાઈકરે નારી ટીમ ગુજરાત કરીને એક ગ્રુપ બનાવ્યું છે. જેમાં સોશિયલ મીડિયાની અંદર પોતાનો નંબર જાહેર કર્યો છે. તેણે અપીલ કરી છે કે, મોડી સાંજ બાદ અથવા ક્યારેય કોઈ બહેનને સ્થળે જવા માટે ડર લાગતો હોય અને તેને કોઈ ભાઈ મદદ કરે તેમ કહી ફોન કરશે તો તેમને છોડવા જશે અને પોતે નહી જાય તો તેમની ટીમને વિશ્વાસ પત્ર લખીને મોકલશે.
મહિલાઓએ લીધો આ સેવાનો લાભ લઇ પહેલને આવકારી