આજના યુવાનોમાં જ્યારે વિદેશ જવાની ઘેલછા વધી છે, ત્યારે પોતે શિક્ષિત ન હોય. તેમ છતાં બોગસ ડિગ્રીનો ઊપયોગ કરીને પણ યુવાનો વિદેશ જવા માટે અવનવા પેતરા અજમાવતા હોય છે, ત્યારે આવા જ એક નકલી ડિગ્રી કૌભાંડનો વડોદરા ગૌત્રી પોલીસે પર્દાફાશ કર્યો છે.
વડોદરામાં નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રીનું કૌભાંડ ઝડપાયું - vdr
વડોદરા: ગૌત્રી પોલીસ દ્વારા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી લલીતા ટાવરમાંથી એક બાતમીના આધારે નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી સર્ટીફિકેટ બનાવવાનું એક કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં પોલીસે પ્રિન્સ પાઠક નામના એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ આરોપી પાસેથી પોલીસે ત્રણ લેપટોપ, બે પ્રિન્ટર અને મોબાઇલ ફોન સહિત 70 હજારનો મૃદ્દામાલ કબ્જે કર્યો છે.
ગૌત્રી પોલીસ સ્ટેશનના અધિકારીઓને મળતી બાતમીના આધારે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા લલીતા ટાવરમાં આવેલી એક ઓફિસમાં નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવવામાં આવે છે. જેથી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસે ઓફિસની તપાસ કરતાં પોલીસેને વિવિધ અલગ અલગ 8 રાજ્યોની ઓપન યુનિવર્સિટી અને ધોરણ 10 અને 12ની માર્કશીટ મળી આવી હતી. પોલીસે આરોપી પ્રિન્સ પાઠકની પુછપરછ કરતાં આરોપીઓ પોલીસ સમક્ષ ગલ્લતલ્લા કર્યાં હતાં, ત્યારે પોલીસે આરોપી પ્રિન્સની કડકાઇથી પુછપરછ કરતાં પોલીસ સમક્ષ આરોપીએ કબુલાત કરી હતી અને પોતે ઓનલાઇન વિવિધ યુનિવર્સિટીની માર્કશીટના લોગો ચોરતો હતો અને તેને પ્રિન્ટ કરીને રૂપિયા 2 હજાર થી 10 હજાર રૂપિયામાં વેચાણ કરતો હોવાની કબુલાત કરી હતી.
પોલીસે આરોપી પાસેથી 3 લેપટોપ, 2 પ્રિન્ટર, ત્રણ મોબાઇલ ફોન સહિત 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે નકલી 100થી વધુ માર્કશીટ પણ પોલીસે કબ્જે કરી હતી. જો કે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા આરોપી સંડોવાયેલ છે. જોકે આ સમગ્ર મામલે ડીસીપી ઝોન 2 રાજન સુસરાએ જણાવ્યું હતું કે, ટીમે બાતમીના આધારે લલીતા ટાવરમાંથી એક બોગસ માર્કશીટનું કૌભાંડ પકડી પાડ્યું છે. આરોપી પાસેથી 100થી વધુ નકલી માર્કશીટ કબ્જે કરી છે.