- વડોદરામાં એક વૃદ્ધ મ્યુકરમાઇકોસિસ રોગથી સંક્રમિત
- હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
- શહેરમાં મ્યુકરમાઇકોસિસ રોગનું વધી રહ્યું છે સંક્રમણ
વડોદરાઃ ગુજરાતભરમાં ફરીવાર પગપસારો કરી રહેલા મ્યુકરમાઇકોસિસ રોગે વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક વૃદ્ધનો ભોગ લીધો છે.
મ્યુકરમાઇકોસિસ રોગથી વૃદ્ધનુ મોત
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસે હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓ તેમજ કોરોનામાંથી સાજા થયેલા વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી તેમને અન્ય રોગો વહેલા સંક્રમણમાં લેતા હોય છે. ત્યારે ગુજરાતમાં કોરોનાની સાથે સાથે વધુ એક રોગએ માથું ઊંચક્યું છે. જેનું નામ મ્યુકરમાઇકોસિસ છે. જે રોગ તો જૂનો છે પરંતુ દર્દીને થાય તો તે રોગ દર્દીને જીવલેણ સાબિત થઈ શકે છે.
અમદાવાદ બાદ વડોદરામાં મ્યુકરમાઇકોસિસનો પગપેસારો અમદાવાદ બાદ વડોદરામાં વધ્યું આ રોગનુ પ્રમાણ
અમદાવાદમાં મ્યુકરમાઇકોસિસના સંખ્યાબંધ કેસો બાદ હવે વડોદરામાં પણ મ્યુકરમાઇકોસિસ પગ-પેસારો કરી રહ્યો છે અને અનેક દર્દીમાં મ્યુકરમાઇકોસિસના લક્ષણો દેખાયા હોવાનું આરોગ્ય તંત્ર તરફ મળેલી માહિતીમાં સામે આવ્યું છે. ત્યારે વડોદરામાં એક વૃદ્ધનું દાંડિયાબજાર સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું ખાનગી હોસ્પિટલના તબીબે જણાવ્યું છે.