ગુજરાત

gujarat

ETV Bharat / state

Amarnath Yatra 2023 : અમરનાથની યાત્રાના મેડિકલ બેઝ કેમ્પમાં સેવા પ્રદાન કરતા વડોદરાના ચાર મેડિકલ કર્મયોગી

દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રાને તેના વિકટ માર્ગ અને ખરાબ વાતાવરણના કારણે ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ લોકોની સેવા માટે ગુજરાતના 20 તબીબ અમરનાથ યાત્રાના મેડિકલ બેઝ કેમ્પ પર તૈનાત છે. જેમાં ગુજરાતના 20 પૈકી વડોદરાના કુલ ચાર મેડિકલ પ્રોફેશનલે સેવા આપી હતી.

Amarnath Yatra 2023
Amarnath Yatra 2023

By

Published : Aug 2, 2023, 9:17 PM IST

અમરનાથની યાત્રાના મેડિકલ બેઝ કેમ્પમાં સેવા પ્રદાન કરતા વડોદરાના ચાર મેડિકલ કર્મયોગી

વડોદરા : દર વર્ષે અમરનાથ યાત્રામાં લાખો શ્રદ્ધાળુ જોડાતા હોય છે. ભગવાન ભોલેનાથના ભક્તો મુશ્કેલ અમરનાથની યાત્રા સુરક્ષિત કરી પૂર્ણ શકે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની સ્થળે જ સારવાર મળે તે માટે યાત્રાના માર્ગ પર યોગ્ય અંતરે મેડિકલ બેઝ કેમ્પ હાજર હોય છે. જેમાં ગુજરાતના 20 પૈકી વડોદરાના કુલ ચાર મેડિકલ પ્રોફેશનલે સેવા આપી હતી. યોગ્ય સમયે મેડિકલ સુવિધા માટે સમગ્ર રૂટ પર દર 5 કિલોમીટરના અંતરે મેડિકલ બેઝ કેમ્પ કાર્યરત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વડોદરામાંથી ભરત પટેલ, ડો. જાગૃતિ ચૌધરી, અંકિત ધોબી અને જાગૃતિ સાબરિયાએ સ્વેચ્છાએ આ સેવાનો આપી હતી. આ અંગે મેડિકલ સુવિધા આપી પરત ફરેલ ભરત પટેલે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

વિપરીત પરિસ્થિતિ : આ અંગે SSG હોસ્પિટલમાં સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા ભરતભાઇ પટેલે પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, મેં અમરનાથ યાત્રામાં 20 દિવસ માટે શેષનાગ બેઝ કેમ્પ પર સારવાર આપી હતી. ત્યાં રોજના 400 થી 500 દર્દીઓ સારવાર લેતા હતા. જેમાંથી 20 ટકા જેટલા દર્દીઓ ક્રિટિકલ કન્ડિશનમાં આવતા હોય છે. જેઓને ઓક્સિજન, બ્લડ પ્રેશર અને અન્ય બીમારીની તફલિક રહેતી હોય છે. અહીંનું તાપમાન 0 થી માઇનસમાં હોય છે. ત્યાં ઓક્સિજનનું લેવલ પાતળી હવાના કારણે ઓછું હતું. શેષનાગ બેઝ કેમ્પ 11,500 ફૂટ પર આવેલ હોવાના કારણે તેનું વાતાવરણ બદલાતું રહે છે.

વિપરીત પરિસ્થિતિ

ખરાબ વાતાવરણ :વાતાવરણના બદલાવના કારણે ઓક્સિજન લેવલની અને બીપીની સમસ્યા રહેતી હોય છે. તેઓની સેવા દરમિયાન બે કિસ્સા એવા આવ્યા હતા કે, જેમાં એક ડોક્ટર હતા. તેઓને 24 કલાક ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ એરલીફ્ટ કરવામાં આવ્યા હતા. અન્ય કિસ્સામાં મધ્યપ્રદેશના 26 વર્ષીય યુવાનને 2 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ તેને પણ એરલીફ્ટ કરવામાં આવ્યા હતા.

20 ગુજરાતી તૈનાત

જ્યારે અમરનાથ યાત્રા દરમિયાન બે દિવસ ભારે વરસાદ હતો. તે દરમિયાન ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન જોવા મળતી હોય છે. જ્યારે વાતાવરણમાં બે દિવસ વરસાદી માહોલ હતો. વાતાવરણ ખરાબ હોય ત્યારે યાત્રાળુઓને ઉપર કે નીચે જવા માટે કોઈ પણ રસ્તો બચતો નથી. ત્યારે સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારની પરમિશન આપવામાં આવતી નથી. જ્યારે વાતાવરણ સારું થાય તેની રાહ જોવી પડતી હોય છે. આ દરમિયાન કોઈ ઘટના ન બને તેની ભગવાનને પ્રાર્થના કરવાની હોય છે.-- ભરત પટેલ (જુનિયર ફાર્માસિસ્ટ, SSG હોસ્પિટલ)

પાતળી હવા : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વાતાવરણમાં આવતા ઝડપી ફેરફારોના કારણે ઘણા લોકો જીવ પણ ગુમાવતા હોય છે. વધુમાં યાત્રાની શરૂઆતમાં 90 થી 95 ટકા ઓક્સિજન લેવલ હોય છે. જે શેષનાગ સુધી પહોંચતા 70 થી 80 ટકા સુધીનું થઈ જાય છે. જેના કારણે હવા પાતળી થતા શ્વાસને લગતી સમસ્યાઓ વધતી જાય છે. તેવા કિસ્સામાં આ મેડિકલ બેઝ કેમ્પ દ્વારા 24 કલાક તાત્કાલિક મેડિકલ સારવાર આપવામાં આવતી હોય છે.

પાતળી હવા

20 ગુજરાતી તૈનાત :આ બેઝ કેમ્પમાં ગુજરાતમાંથી કુલ 20 લોકોને 4 બેંચની ડિપ્લોયમેન્ટ કરવાનું આવતું હોય છે. જેમાં વડોદરામાંથી પહેલી બેચમાં બે કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. બીજી બેચમાં અન્ય બે કર્મચારીઓને મોકલવામાં આવ્યા છે. ગુજરાતના 20 પૈકી વડોદરાના 4 પેરા મેડિકલ સ્ટાફ દ્વારા અમરનાથ યાત્રામાં કામગીરી કરવામાં આવી હતી.

  1. Amarnath Yatra 2023: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથા પર પથ્થર વાગતા ગુજરાતી મહિલા તીર્થયાત્રીનું મોત
  2. Amarnath Yatri Death: અમરનાથયાત્રા બની અંતિમયાત્રા, ઑક્સિજન ખૂટ્યું ને આવરદા પૂરી

ABOUT THE AUTHOR

...view details