ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટ્રલ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ

શહેરના છાણી કોવિડ વેક્સિન સેન્ટ્રલ ખાતે કોરોનાં વેક્સિનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વેક્સિનની રાહ જોવાઈ રહી છે. જેમાં 90 હજાર વેક્સિનના ડોઝ વેક્સિન આવશે અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

વડોદરામાં કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટ્રલ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ
વડોદરામાં કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટ્રલ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ

By

Published : Jan 12, 2021, 9:42 PM IST

  • વડોદરા ઝોનને 94,500 વેક્સિન ડોઝ ફાળવણી
  • વડોદરા કોર્પોરેશન અને 7 જિલ્લાને વેક્સિન
  • 11 આઈ.એલ.આર રેફરિજેટરમાં રાખશે વેક્સિન ડોઝ

વડોદરાઃ શહેરના છાણી કોવિડ વેક્સિન સેન્ટ્રલ ખાતે કોરોનાં વેક્સિનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને વેક્સિનની રાહ જોવાઈ રહી છે. જેમાં 90 હજાર જેટલા ડોઝ વેક્સિન આવશે. કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટર ખાતે 2થી 8 ડિગ્રી તાપમાન રહી શકે તેવા આઈસ લાઈન રેફ્રિજરેટર ગોઠવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરાના 34 અર્બન હેલ્થ સેન્ટરમાં ILR રેફ્રિજરેટર મૂકાયા છે અને કોવિડ વેક્સિન સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન માટેની તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

વડોદરામાં કોવિડ વેક્સિન સ્ટોરેજ સેન્ટ્રલ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ

વેક્સિનની સેન્ટ્રલ સ્ટોરેજ

વડોદરા શહેરના છાણી ખાતેના સેન્ટ્રલ સ્ટોરેજ સેન્ટર ખાતે સૌ પ્રથમ વેક્સિન પહોંચશે, ત્યાર બાદ 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે યોગ્ય સુવિધા અને સુરક્ષા સાથે મોકલાશે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના 50 PHC સેન્ટર ખાતે પણ વેક્સિન પહોંચાડવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 16 જાન્યુઆરીથી પહેલા 17 હજાર જેટલા હેલ્થ વર્કરોને કોવિડ વેક્સિન આપવામાં આવશે, ત્યાર બાદ તબક્કાવાર કો-મોર્બિડ અને 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવશે.

16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરીનો પ્રારંભ

છાણીના સેન્ટ્રલ સ્ટોરેજના ઇન્ચાર્જ ભ્રમદત્ત રાવલે જણાવ્યું હતું કે, વેક્સિન સ્ટોરેજ ખાતે અહીં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 34 અર્બન હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન પહોંચી શકે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમે વેક્સિનની રાહ જોઇ રહ્યા છે. વેક્સિન આવે એટલે તુરંત જ વેક્સિનને સેન્ટરો પર પહોંચાડી દેવામાં આવશે અને 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details