વડોદરા: કોરોનાં વાઈરસને કારણે હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા તમાકુ, ગુટખા, સિગરેટ, બીડીના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરમિયાનમાં વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ગુરૂકૃપા નામની પ્રોવિઝન સ્ટોરની આડમાં ગુટખા અને સિગરેટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ ચોક્કસ માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી.
કરીયાણાની દુકાનમાં ગુટખા અને સિગરેટ વેચતા ઈસમની વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી - કોરોના વાઈરસ
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની આડમાં ગુટખા, સિગરેટનો વ્યાપાર કરનારા ઈસમની ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી 32 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કરીયાણાની દુકાનમાં ગુટખા અને સિગરેટ વેચતા ઈસમની વડોદરા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી
પોલીસે ગુરૂકૃપા પ્રોવિઝન સ્ટોરમાં રેડ કરી તપાસ કરતા પાન મસાલા, સિગરેટ અને તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે નિઝામપુરા ડિલક્સ ચાર રસ્તા પાસે બડા બજારમાં રહેતા મહેશ પટેલની અટકાયત કરી 32,542 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી હતી.