ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના ભીમપુરા અંમ્પાડ ચોકડી પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 1નું મોત - accident news

વડોદરાના ભીમપુરા પાસે કરજણ ખાતેથી પરત આવતી વેળાએ ધનોરાના પરિવારને અકસ્માત નડ્યો હતો.અંમ્પાડ ચોકડી ખાતે ટ્રેલરે તવેરા ગાડીને અડફેટમાં લેતા 20 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના 4 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

રોડ અકસ્માત
રોડ અકસ્માત

By

Published : Feb 3, 2021, 1:59 PM IST

  • ધનોરા રામપુરા ખાતે ટ્રેલર અને તવેરા ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત
  • 20 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે મોત
  • 4 લોકોને સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડયા


વડોદરા : ધનોરા રામપુરા ગામના એક પરિવારને ભીમપુરા પાસે આવેલા અંમ્પાડ ચોકડી ખાતે અકસ્માત નડતા એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્યને ગંભીર ઇજાઓ પહોંચતા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પૂર ઝડપે આવી રેહલા ટ્રેલરે ટાવેરા ગાડીને ઝપેટમાં લીધી હતી.

રોડ અકસ્માત

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી

બુધવારે વહેલી સવારે સંભોઈ કરજણ ખાતે રામદેવ મહારાજના પાઠમાંથી ઘરે પરત ફરતી વખતે અંમ્પાડ ચોકડી ખાતે ટ્રેલર સાથે તવેરા ગાડી ધડાકા ભેર અથડાઈ હતી.અકસ્માત થતા તવેરા ગાડીના ફુરચા બોલી ગયા હતા.આ ગાડી ધનોરા દૂધ ડેરીના પૂર્વ મંત્રી રણજીતસિંહ ચલાવતા હતા.આ ગંભીર અકસ્માતમાં ગાડીમાં પાછળ બેઠેલા ધનોરા ગ્રામ પંચાયતના સભ્યના ભાણા યુવરાજસિંહ ભરતસિંહ પઢીયારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય લોકોને ગંભીર ઇજા થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની ગોત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.

કારમાં સવાર અન્ય લોકોને સામાન્ય ઇજા પહોંચી

ગાડી ચાલાક ધનોરા દૂધ ડેરીના પૂર્વ મંત્રી રણજીતસિંહ પરમારને અકસ્માતમાં પગ અને અન્ય જગ્યા એ વધુ ઇજા પહોંચી હતી.જ્યારે બીજા અન્ય આગળ બેઠેલા અરવિંદભાઈ ગોહિલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઉપરાંત ગાડીમાં સવાર મહિલા અને બાળકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.સમગ્ર મામલે તાલુકા પોલીસે અકસ્માતમાં મોતનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથધરી છે.

ABOUT THE AUTHOR

...view details