વડોદરા:આજરોજ વહેલી સવારે પાદરાના ઘાયજ ગામના પરિવારજનો લક્ઝરી બસ મારફતે વિધિ વિધાન માટે ચાંદોદ યાત્રાધામ ખાતે આવતા હતા તે સમય દરમિયાન અચાનક આ માંડવા ગામ પાસે બે ઇકો કાર અને લક્ઝરી બસ વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં 20 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. વડોદરાના ડભોઈના માંડવા ગામ નજીક બે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 17થી વધુ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતમાં 20 થી વધારે લોકો થયા ઇજાગ્રસ્ત: બે ઇકો ગાડી અને લક્ઝરી વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા 20 જેટલા લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. જેમાં ત્રણ જેટલા બાળકોનો પણ સમાવેશ થયો હતો. આ સમગ્ર ઘટના બનતા જ તંત્ર પણ તાત્કાલિક સ્થળે દોડી બચાવ કામગીરી આરંભી હતી. આસપાસના રહીશો તાત્કાલિક પણે ઘટના સ્થળે દોડી 108 ને પણ કોલ કર્યો હતો. બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરી હતી.ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
આ પણ વાંચોMakar sankranti 2023: રાજ્યની ઈમરજન્સી સેવા 108 માં કુલ 3744 કેસ નોંધાયા