ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા: ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત, 2 ઈજાગ્રસ્ત - Vadodara

પાદરા તાલુકાના મુજપુર-દરિયાપુર ગામનો પરિવાર ભાઈબીજ કરવા માટે બાઈક પર દુમાડ ગામ ખાતે જઈ રહ્યો હતો, તે સમયે ભીમપુરા કેનાલ પાસે બાઇક સવાર પરિવારને ખાનગી કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ખાબક્યો હતો. જ્યારે પત્ની-પુત્રને ગંભીર ઈજાઓ થઈ હતી.

વડોદરાની ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત
વડોદરાની ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

By

Published : Nov 17, 2020, 10:48 PM IST

  • ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત
  • ભાઈબીજ કરવા જઈ રહેલા ભાઈનું અકસ્માતમાં મોત
  • પત્ની-પુત્રને ઈજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
    વડોદરાની ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

વડોદરા: આજે સમગ્ર ભારતમાં ભાઈબીજના પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઇ હતી. તો બીજી તરફ વડોદરા નજીક ભાઇબીજના દિવસે જ સર્જાયેલા અકસ્માતમાં બહેને પોતાના ભાઇને ગુમાવતા પરિવારજનોમા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માતમાં લાપતા યુવાનની પત્નિ અને પુત્ર રોડ પર પટકાતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેઓને તત્કાલ વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરાની ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

ભાઈબીજના દિવસે જ બહેને ભાઈ ગુમાવતા પરિવારજનોમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું

પાદરા તાલુકાના મુજપુર-દરિયાપુર ગામના વિનુભાઇ ભીખાભાઇ પઢીયાર તેમની પત્ની વિદ્યાબેન અને પુત્ર જયરાજ સાથે દુમાડ ગામમાં રહેતા બહેનના ઘરે ભાઈબીજની ઉજવણી કરવા માટે નીકળ્યા હતા. જ્યારે તેઓ ભીમપુરા કેનાલ પાસે પહોંચ્યા, ત્યારે કારે તેમની બાઇકને અચાનક જ ટક્કર મારી હતી. જેથી વિનુભાઇ કેનાલમાં પડી ગયા હતા અને પત્ની વિદ્યાબેન અને પુત્ર જયરાજ રોડ પર પટકાયા હતા. જેથી બંને ઇજાગ્રસ્ત થયા હતા.

વડોદરાની ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા

ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફાયર બ્રિગેડની મદદથી લાપતા થયેલા વિનુભાઇની શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ વિનુભાઇના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને વિનુભાઇના પરિવારજનોને બનાવની જાણ કરી હતી. જેથી પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવને પગલે કેનાલ પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા હતા. આ અંગે પોલીસે અકસ્માત મોંતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. જોકે, ઘટના અંગે જાણ થતા પાદના ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દુખી પરિવારને સાત્વના પાઠવી હતી.

વડોદરાની ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

ABOUT THE AUTHOR

...view details