ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા નજીક બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, ટેન્કર ચાલક ઈજાગ્રસ્ત - accident between Bus and Truck

વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર કપુરાઈ પાસે રવિવારે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્મત સર્જાયો હતો. જેમાં ટેન્કર ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Accident
Accident

By

Published : Nov 30, 2020, 10:34 AM IST

  • વડોદરા નજીક નેશનલ હાઈવે નં 8 ઉપર મોડી રાત્રે સર્જાયો અકસ્માત
  • કપુરાઈ ચોકડી પાસે લકઝરી બસ અને એસિડ ભરેલા ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત
  • એસિડ ઢોળાતા ટ્રાફિક જામ થયો

    વડોદરાઃ વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર કપુરાઈ પાસે રવિવારે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં સલ્ફયુરિક એસીડ ભરેલી ટેન્કર પલ્ટી મારતાં રોડ પર એસીડની રેલમછેલ થઈ હતી. જેમાં ટેન્કર ચાલક એસિડથી દાઝી જતા તેને 108માં સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ટેન્કર ચાલક દાઝી જતાં વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો

અંકલેશ્વર, રાજપીપળા ચોકડી ખાતેની ક્રિષ્ના રોડ લાઈન્સમાં નોકરી કરતો ડ્રાઈવર મિરાજ અહેમદ સિરાજ અહેમદ ગુજ્જર અમેઠી, ઉત્તરપ્રદેશ દહેજની ટેગોસ કંપનીમાંથી 25 ટન વેસ્ટેડ સક્યુરીક એસીડ ભરીને ઉદયપુરના ઉમરડા ખાતે પટેલ ફોર્સકેર કેમીકલ લી.નામની કેમીકલ કંપનીમાં ખાલી કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ત્યારે મોડી રાતે નેશનલ હાઈવે નંબર - 8 કપુરાઈ પાસે પાછળથી આવતી લક્ઝરી બસ ઓવરટેક કરતાની સાથે બસ ડ્રાઈવરે અચાનક બ્રેક મારતાં ટેન્કર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે ટેન્કર ઉથલી પડી હતી. રોડ ઉપર એસીડની રેલમછેલ થઈ હતી.જેને કારણે ટેન્કર ડ્રાઈવર દાઝી ગયો હતો.


હાલ દાઝેલા ટેન્કરચાલકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details