મોરબી: મોરબી જિલ્લાના પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી PI વી.બી.જાડેજાની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોડના ચંદ્રકાંતભાઈ વામજા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા અને જયેશભાઈ વાઘેલાને બાતમીના આધરે વડોદરા મધ્યસ્થ જેલમાં પેરોલ પર છૂટી ફરાર થયેલા આજીવન કેદની સજા પામેલા પાકા કામના કેદી નિખિલેશને ઝડપી પાડયો હતો.
વડોદરા મધ્યસ્થ જેલમાંથી ફરાર કેદી મોરબીથી ઝડપાયો - Crime in Vadodara city
વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલા અને આજીવન કેસની સજા પામેલા પાકા કામના કેદીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા મધ્યસ્થ જેલમાંથી ફરાર કેદી મોરબીથી ઝડપાયો
પંચમહાલ જિલ્લાના હાલોલ પોલીસ મથકના ૩૦૨, ૩૯૭, ૧૨૦બી મુજબના આરોપી નિખિલેશ દવેને કોર્ટે વર્ષ ૨૦૦૬માં આજીવન કેદની સજા ફટકારતા આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવવા માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને પેરોલ પર ૧૩ ફેબ્રુઆરીના રોજ મુક્ત કરવામાં આવ્યો હતો અને જેલમાં હાજર થવાનું હતું. પરંતુ કેદી ફરાર થઇ પોતાના ઘરે ગયો હોવાની બાતમીના આધારે મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગરમાંથી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.