વડોદરાઃ જિલ્લાના સાવલીમાં આવેલા રાધેશ્યામ સોસાયટીમાં ભાડૂઆત તરીકે રહેતાં 24 વર્ષીય યુવક મૂળ છોટાઉદેપુર જિલ્લામાં વતની અને સાવલી પાસેની ખાનગી કંપનીના કેમિસ્ટ વિભાગમાં નોકરી કરતા પરમાર રણવીરસિંહ અગમ્ય કારણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાને ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી - Shadow News
વડોદારા જિલ્લાના સાવલીમાં ખાનગી કંપનીના કેમિસ્ટ વિભાગમાં નોકરી કરતા યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા સાવલી પોલીસ દ્વારા તેના પરિવારને જાણ કરાઇ હતી.
ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાને અગમ્ય કારણસર કરી આત્મહત્યા, સાવલી પોલીસ દ્વરા કર્યવાહી હાથધરાઇ
આ ઘટનાની જાણ થતાં મકાન માલિક અને સાવલી પોલીસે સ્થળ નિરીક્ષણ કરી મૃતકના પરિવારને ટેલિફોનથી જાણ કરી બોલાવ્યા હતા. બાદમાં પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી હતી.
સાવલી પોલીસે સ્થળ નિરીક્ષણ કરી આત્મહત્યાના બનાવની જાણ મૃતકના પરિવારને કરી હતી. બાદમાં સ્થાનિક સુથારને બોલાવી પોલીસ અને પરિવારજનોની હાજરીમાં દરવાજો ખોલાવ્યો હતો અને મૃતદેહને નીચે ઉતારી સાવલી પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ નગરજનોને થતાં લોકોના ટોળાં ઊમટી પડ્યાં હતા.