વડોદરા: વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારનાં પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે એક 27 વર્ષીય યુવાને આપઘાત કરી લીધો. આ યુવાનનું નામ કિશન ઉર્ફે ભાવો છે જેને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ કારણોસર જગદીશને તેની પ્રેમિકા સાથે ઝઘડો થયો અને આ ઝઘડા બાદ લાગી આવતા આવેશમાં આવીને જગદીશે પોતાના ઘરમાં આપઘાત કરી લીધો.
વડોદરા ન્યૂઝ: પ્રેમ પ્રકરણમાં યુવાને જીવન ટૂંકાવ્યું, પ્રેમિકા સાથે ઝઘડો થયા બાદ લાગી આવતા ભર્યુ પગલું - વડોદરા ન્યૂજ
વડોદરા શહેરમાં રહેતા એક યુવાને પ્રેમિકા સાથે ઝઘડો થયાં બાદ અને ઝઘડા બાદ લાગી આવતા આપઘાતનું અંતિમ પગલું ભરી લીધું. યુવાનના મોતથી તેના પરિવારજનોમાં શોક પ્રસરી ગયો છે, બીજી તરફ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
Published : Nov 24, 2023, 10:27 AM IST
પોલીસે શરૂ કરી તપાસ: આ બનાવની જાણ થતાં સયાજીગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડીને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવકે પ્રેમ-પ્રકરણમાં આપઘાત કર્યાનું જણાયું છે.
પ્રેમ પ્રકરણમાં આપઘાત:સયાજીગંજ વિસ્તારનમાં યુવાનના આપઘાતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. જ્યારે બીજી તરફ યુવકના આપઘાત મામલે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જેમાં જાણવા મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનામાં પ્રેમપ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. પરંતુ એવું શું બન્યું કે આ યુવાનને આપઘાત જેવું અંતિમ પગલું ભરવું પડ્યું, હાલ તો પોલીસ યુવાનના આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ ઉપરાંત અન્ય કોઈ કારણો જવાબદાર છે કે, કેમ તે દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.