ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના બાળ યુવક મંડળ દ્વારા કોરોના અંગે જનજાગૃતિ હેતુથી અનોખો પ્રયાસ હાથ ધરાયો - awareness to people

વડોદરા શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે. જેને અટકાવવા વહીવટીતંત્ર કામે લાગ્યું છે. તેમ છતાં કેટલાક લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી. ત્યારે લોકોને જાગૃત કરવા શહેરના યુવાનોએ જ્યુબિલી બાગ પોલીસ ચોકી પાસે માર્ગ પર PPE કીટ તેમજ કોરોના વાયરસનું હેલ્મેટ પહેરી નગરજનોને બિનજરૂરી ઘરની બહાર નહિ નીકળવા, માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.

બાળ યુવક મંડળ દ્વારા કરોના અંગે જનજાગૃતિ હેતુથી અનોખો પ્રયાસ
બાળ યુવક મંડળ દ્વારા કરોના અંગે જનજાગૃતિ હેતુથી અનોખો પ્રયાસ

By

Published : Apr 19, 2021, 9:53 AM IST

Updated : Apr 19, 2021, 2:24 PM IST

  • કેટલાય લોકો હજી કોરોનાની ગંભીરતા સમજતા નથી
  • બાળ યુવક મંડળ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ
  • PPE કીટ તથા કોરોના વાયરસનું હેલ્મેટ પહેરી જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો

વડોદરા :સમગ્ર રાજ્યમાં કોરોનાએ હદ વટાવી દીધી છે. વીજળી ઝડપે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેના ખપ્પરમાં રોજેરોજ અનેક લોકો હોમાઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ વહીવટી તંત્ર કોરોનાની ચેઈન અટકાવવા માટે અનેક પ્રયાસ કરીને લોકોને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા વિવિધ માધ્યમો દ્વારા સૂચનો તેમજ અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો હજી કોરોનાની ગંભીરતા સમજતા નથી અને બિનજરૂરી ઘરની બહાર ટહેલવા નીકળી પડે છે. જેના કારણે સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે.

આ પણ વાંચો : કુંભમાં જનાર માટે દિલ્હી સરકારે જાહેર કર્યો આ આદેશ

બાળ યુવક મંડળ દ્વારા જનજાગૃતિ હેતુસર અનોખો પ્રયાસ હાથ ધર્યો

વડોદરા શહેરમાં પણ કોરોનાનો વ્યાપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. નગરજનો કોરોના સમા દાનવરૂપી કહેરની ગંભીરતા સમજે અને પોતાનું તથા પોતાના પરિવારનું રક્ષણ થાય તે માટે શહેરના સુલતાનપુરા બાળ યુવક મંડળ દ્વારા જનજાગૃતિ હેતુસર અનોખો પ્રયાસ હાથ ધર્યો હતો.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા

ઘરની બહાર ન નીકળવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને કરી અપીલ

યુવકોએ PPE કીટ તેમજ માથે કોરોના વાયરસનું હેલ્મેટ પહેરી પ્લેકાર્ડ સાથે જ્યુબિલીબાગ અમદાવાદી પોળ પાસેના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. નગરજનોને બિનજરૂરી ઘરની બહાર નહિ નીકળવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને અપીલ કરી હતી.

Last Updated : Apr 19, 2021, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details