વડોદરા બંધની અફવાના પગલે ગુરુવારના રોજ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં વડોદરા બંધનું એલાનના મેસેજ અને અફવા સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસ કમિશનરે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું.
CAAના વિરોધમાં વડોદરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - Tight police settlement in Vadodara
વડોદરાઃ CAAના વિરોધમાં વડોદરા બંધની અફવાના પગલે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં સોસીયલ મીડિયામાં N.R.C અને C.A.A બીલના વિરોધમાં ગુજરાત બંધના મેસેજ વાઇરલ થતા પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું. વડોદરા શહેરની શાંતિ અને સલામતીના દોહલાય તે માટે અને કોઇ પણ પ્રકારની ઉશ્કેરણીનો પ્રયાસ ન થાય તે માટે પોલીસ કમિશનરે 2 હજાર પોલીસ જવાનોનો બંદોબસ્તમાં ગોઠવી દીધા છે. જ્યારે,સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે શહેર પોલીસ દ્વારા શહેરમાં અને ખાસકરીને સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.