દરિયામાંથી ઠલવાયેલું કેમિકલ બેક મારતાં પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીમાં ફીણની ચાદર પથરાઈ
ઉદ્યોગોના ઝેરી કેમિકલથી સંક્રમિત મહીસાગર નદી
પર્યાવરણ પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ
વડોદરાઃ વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીમાં મોટા પ્રમાણમા વેસ્ટેજ કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું. કેટલીક કંપનીઓ દ્વારા વેસ્ટેજ કેમિકલ પાણી નદીમાં છોડાતુ હોવાનો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો. આસપાસના 25 જેટલા ગામોના લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
જીપીસીબીના અધિકારીઓની સ્થળ મુલાકાત છતાં સમસ્યા યથાવત
ગત તારીખ 14મી નવેમ્બરે પાદરા તાલુકાના ડબકા ગામ પાસેથી મહિસાગર નદીના પાણીનું સેમ્પલ પર્યાવરણ સુરક્ષા સમિતિ અને જીપીસીબીના અધિકારીઓએ લીધુ હતું. પર્યાવરણ સુરક્ષા સમિતિના સેમ્પલમાં પાણીમાં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ 170 mm - લીટર અને ડિઝોલ્વ ઓક્સિજનની માત્રા 2.93 mm - લીટર મળી આવી હતી. નદીમાં કેમિકલ ઓક્સિજન ડિમાન્ડની માત્રા હોતી જ નથી તેના બદલે 170 મળી અને ડિઝોલ્વ ઓક્સિજનનુ પ્રમાણ 7 mm - લીટર હોવી જોઇએ તેના બદલે 2.93 હતું.
વડોદરામાં મહીસાગર નદીમાં ઉદ્યોગોના ઝેરી કેમિકલથી પ્રદુષણની ચાદર ફેલાઈ - toxic chemicals
વડોદરાના પાદરામાંથી પસાર થતી મહીસાગર નદીમાં મોટા પ્રમાણમા વેસ્ટેજ કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું. કેટલીક કંપનીઓ દ્વારા વેસ્ટેજ કેમિકલ પાણી નદીમાં છોડાતુ હોવાનો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો. આસપાસના 25 જેટલા ગામોના લોકો આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે.
મહીસાગર નદીમાં ઓક્સિજનનું સ્તર તળિયે
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ GPCBએ માત્ર સીઓડીનું સેમ્પલ લીધુ હતુ, જેમાં સીઓડીની માત્રા 168 mm લીટર મળી આવી હતી. આ આશ્ચર્ય વચ્ચે ડિઝોલ્વ ઓક્સિજનનુ સેમ્પલ લીધુ ન હતું. નદીના સેમ્પલના આધારે એવુ કહી શકાય કે નદીનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે અને એટલે હવે તેને આઇસીયુની જરૂર પડી છે. પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ કહ્યું હતું કે છેલ્લા 37 વર્ષથી વડોદરાના ઉધોગોનુ મેરી કેમિકલયુક્ત પાણી એજ્યુઅન્ટ ચેનલમાં શુદ્ધ કરીને દરિયામાં ઉંડે સુધી ઠાલવવાના બદલે એક્લઅર ચેનલનું સંચાલન કરતી વડોદરા એન્વાયરો લિમિટેડ દ્વારા કેરી પાણીને શુદ્ધ કર્યા વગર મહિસાગર નદીમાં ઠાલવી દેવાય છે.
ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડ , નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, રાજ્ય અને કેન્દ્ર સરકારના આંખ આડા કાન કરવાના વલણથી 37 વર્ષથી ઉધોગો ખુલ્લેઆમ પર્યાવરણ કાયદાનો ભંગ કરી રહ્યા છે. મહિસાગર નદીમાં ઠલવાતુ ઝેરી પાણી છેલ્લે દરિયામાં મળે છે પરંતુ જ્યારે ભરતી આવે ત્યારે દરિયામાંથી કેમિકલવાળું પાણી બેક મારે એટલે નદીમાં ફીણની ચાદર પથરાઇ જાય છે. અમે 37 વર્ષથી ફરિયાદ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટે પણ ઉદ્યોગો સામે કડક પગલા લેવા માટે હૂકમ કર્યો છે. પરંતુ ઉદ્યોગોની ગુલામ બનેલી સરકાર કોઇ પગલા લેતી નથી.