દેશમાં આતંકવાદી હુમલાના એલર્ટ વચ્ચે વડોદરા નેશનલ હાઇવે નજીક બે શકમંદ વ્યક્તિ દેખાતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા ગઈ હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ દ્વારા હાઇ-વે નજીકના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વડોદરા એરફોર્સ નજીક 2 શંકાસ્પદ વ્યક્તિ દેખાતા પોલીસનું સર્ચ ઓપરેશન - gujarat
વડોદરા: શહેરના મકરપુરા એરફોર્સ નજીક નેશનલ ધોરી માર્ગ પાસે બે શકમંદ વ્યક્તિ દેખાતા પોલીસ ટીમ એલર્ટ થઈ હતી અને નાકાબંધી હાથ ધરવામાં આવી હતી.
વીડિયો
જો કે પ્રાપ્ત વિગતો અનુસાર, મકરપુરા એરફોર્સ નજીકના હાઇ-વે પાસે શકમંદ વ્યક્તિ દેખાતા નાકાબંધી કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ મામલે પોલીસ દ્વારા બૉમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની પણ મદદ લેવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.