વડોદરાહરિધામ સોખડા મંદિરના ગાદીપતિનો વિવાદ ચાલી (Sokhda Haridham Controversy)રહ્યો છે. થોડા સમય અગાઉ હરિધામ સંકુલમાં પ્રબોધ સ્વામી જૂથના ગુણાતીત સ્વામીએ રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા કરી લેતા અનેક (Vadodara Haridham Sokhda temple) સવાલો ઉઠ્યા હતા. જોકે સમગ્ર મામલે પોલીસની ઢીલી તપાસને કારણે લાંબો સમય થયો હોવા છતાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુની ઘટના પરથી પરદો ઊંચકાયો નથી.
હરિધામમાં સેવિકાના મૃત્યુની ઘટના -આ દરમિયાનહરિધામ સંકુલમાં વધુ એક મૃત્યુની ઘટના પ્રકાશમાં આવતા ફરી એક વાર હરિધામ સંકુલમાં પોલીસના આંટાફેરા શરૂ થઈ ગયા છે. હરિધામ સંકુલમાં એક સેવિકાના મૃત્યુની ઘટના બની છે. હરિધામ સંકુલમાં છેલ્લા (Death of maid in Sokhada temple)ઘણા વર્ષોથી સેવા કરતા મૃદુલા બહેન જયેશ શાહ નામના 82 વર્ષીય મહિલા સેવિકાનું પલંગ પરથી પડી જતા મૃત્યુ નીપજ્યું છે. મૃદુલા બહેન આત્મીય કોલોનીમાં સેવિકાઓના નિવાસ્થાને પોતાના શયન કક્ષમાં ઊંઘતા હતા તે દરમિયાન લગભગ રાત્રે 10 વાગ્યાના સુમારે પલંગ પરથી પડી જતા માથા તેમજ મોઢાના ભાગે ઇજા પહોંચી હતી મૃદુલા બહેનને માથા તેમજ મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હોવાનું હાલ પોલીસ દ્વારા પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃસોખડા તીર્થધામ બની રહ્યું છે કુરુક્ષેત્ર..! 6 સાધુ-સંતોના નિવેદનો બાદ પોલીસે ખંજવાળ્યું માથુ