વડોદરાઃ શહેરના ST ડેપો ખાતે અચાનક લાગેલી આગ ઉપર કાબુ મેળવવા માટે કયા પ્રકારે બચાવ કામગીરી કરવી તે હેતુસર ફાયરબ્રિગેડ દ્વારા મોકડ્રિલ કરવામાં આવી હતી.
વડોદરા શહેરના ST ડેપો ખાતે અચાનક આગ ફાટી નીકળતા અગ્નિશામન દળના જવાનોએ સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ST ડેપોમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. પ્રવાસીઓને કઈ રીતે બચાવવા, તેમજ આગ બુઝાવવા શું કરવું તે કામગીરીની મોકડ્રિલ કરવામાં આવી હતી.
વડોદરાના ST ડેપોમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલનું આયોજન - Gujarat News
વડોદરા શહેરના ST ડેપોમાં અચાનક લાગેલી આગ ઉપર કાબુ મેળવવા ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા મોકડ્રિલ કરવામાં આવ્યું હતું.
વડોદરાના ST ડેપો ખાતે અચાનક આગ લાગી, ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલ કરવામાં આવ્યું
ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ ખાતે કોલ આવતા ફાયર બ્રિગેડના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને ST ડેપોના ઉપરના માળે આગ લાગી હોવાથી સ્નોરન સ્કેલનો ઉપયોગ કરી બચાવ કામગીરી કરવામાં આવી હતી. સતત 1 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સફળતા મેળવી હતી. આ મોકડ્રિલથી એક તબક્કે હાજર પ્રવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો.