મુંબઈથી રાજેસ્થાનના ખાટુંશ્યામ સુધીની 43મી પદયાત્રા વડોદરા: એક ચમત્કાર ગણો કે અપરંપાર ભક્તિ, મુંબઈ ચંદ્રપ્રકાશ છેલ્લા પાંચ વર્ષથી મુંબઈથી રાજસ્થાન સિકર જિલ્લામાં આવેલ ખાટુંશ્યામ દર મહિને પદયાત્રા કરવા નિકળે છે. ખાટુંશ્યામ પહોંચી એકાદશીએ શિખર પર નિશાન ધ્વજ ચડાવે છે. હાલમાં તેઓની 43મી પદયાત્રા છે અને વડોદરા પહોંચી અત્યાર સુધીમાં 57 હજાર કિલોમીટર અંતર પગપાળા ચાલ્યા છે. જે એક ચમત્કાર કે પરમાત્મા પ્રત્યેની અપરંપાર ભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ છે.
" હું મૂળ સિકરી જિલ્લાના રામગઢ ઢાંઢણ ગામથી આવું છું. પરંતુ હાલમાં હું મુંબઈમાં સ્થિર થયો છું. હું બાબા શ્યામનો નાનો ભક્ત છું. હું બાબા શાયમના ભજન કીર્તન કરું છું અને હું આ પ્રવૃત્તિ પહેલેથી કરતો રહ્યો છું. હું સાયન્સનો વિદ્યાર્થી છું અને સાયન્સ હોવાથી ભગવાન પ્રત્યેની ભક્તિ એટલી ન હતી. ત્યારબાદ જ્યાંથી ભજન કીર્તન કરતા કરતા હું બાબાની પ્રેરણાથી બધું જ શક્ય બન્યું છે. અને મેં 25 એપ્રિલ 2019થી પહેલી યાત્રા શરૂ કરી હતી અને ત્યારબાદ બાબાની કૃપા સાથે સાથે અનુભવ થયો હતો. આજે 43મી યાત્રા છે અને હાલમાં 57 હજાર કિલોમીટર સુધીની પદયાત્રા સફળ રહી છે"--ચંદ્રપ્રકાશ ઢાંઢણ (પદયાત્રા કરનાર)
57 હજાર કિમી અંતર કાપ્યું: વધુમાં તેમણે કહ્યું કે ખાટુંધામ સુધીનું અંતર 1350 કિલોમીટરનું છે. તે નિરંતર દર મહિને એક પછી બીજી યાત્રાની શરૂઆત કરી દઉં છું. એકાદશીના દિવસે આ નિશાન ધ્વજ ચડાવવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થાય છે. આ પદયાત્રા દ્વારા ખાટુંધામ પહોંચી પરત મુંબઈ ફ્લાઇટ કે ટ્રેનમાં જે અનુકૂળ હોય તે પ્રમાણે પરત ફરી રસ્તામાં થતા ખર્ચ પાણી માટે ભજન કીર્તન કરી પરત ફરી યાત્રા શરૂ કરું છું. આ મારું રૂટિન યાત્રા છે જે 43મી વાર નિરંતર છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે.
લાખ રૂપિયાની નોકરી છોડી:ચંદ્રપ્રકાશ ઢાંઢણ પોતે સાયન્સના વિદ્યાર્થી છે. તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. જેઓ પોતે આઇટી કંપનીમાં લાખથી વધુ રૂપિયાની નોકરી કરતા હતા. પોતાની નોકરી છોડી ભજન કીર્તન થકી ખાટુંશ્યામ સાથે અન્ય નાતો થઈ ગયો હતો. તેઓ પોતે કોઈ પણ મુશ્કેલી આવે છતાં સતત ચાલી રહ્યા છે. દર મહિને મુંબઈથી નીકળી પડે છે અને 25 દિવસમાં અંતર કાપી ખાટુંધામ પહોંચી આશીર્વાદ લઈ પરત ફરી નિરંતર પદયાત્રા શરૂ કરે છે. જે એક આજના આધુનિક સમયમાં ચમત્કાર છે.
- Mumbai to Khatu Shyam yatra: એન્જીનીયર યુવકે 4 વર્ષમાં મુંબઈથી ખાટુ શ્યામ સુધીની 1350 કિલોમીટરની 41 પદયાત્રા કરી
- Devotee Padyatra: અવરોધોનો સામનો કરી વૃદ્ધ ઊલટા પગે કરી રહ્યા છે યાત્રા, પહેલા દ્વારકા ને પછી જશે સોમનાથ
- Dandi Yatra : 385 કિમી 81 દાંડીયાત્રીઓની ટુકડીએ પદયાત્રા કરીને આપ્યો અનોખો સંદેશ