ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા ભવનમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 42 વર્ષીય વિનોદકુમારે આત્મહત્યા કરી - Suicide

વડોદરા શહેરના નર્મદા ભવનમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં યુવાને અજ્ઞાત કારણોસર આવેશમાં આવીને ચપ્પુ વડે ગળું કાપીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. બનાવ અંગે ગોરવા પોલીસે આગળની તપાસ હાથધરી છે.

કોવિડ હોસ્પિટલ
કોવિડ હોસ્પિટલ

By

Published : May 20, 2021, 12:14 PM IST

  • વડોદરામાં એન્જીનિયરે અગમ્યકારણોસર આપઘાત કર્યો
  • છેલ્લા 10 દિવસથી હોમ ક્વોરેન્ટાઈન હતો
  • ગોરવા પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

વડોદરા :શહેરના સુભાનપુરા વિસ્તારના સહકાર ટેર્નામેન્ટમાં પરિવાર સાથે 42 વર્ષીય વિનોદકુમાર કાલિદાસ સોલંકી રહેતા હતા. તેઓ નર્મદા ભવનમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. જોકે, તેમને કોરોના થતાં એક મહિનાથી ગોત્રી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને છેલ્લા દસ દિવસથી હોમ ક્વોરેન્ટાઇન હતા.
આ પણ વાંચો : દ્વારકામાં પરિવારના મોભીનું કોરોનાથી મોત, બીજા જ દિવસે સમગ્ર પરિવારે કરી આત્મહત્યા

કારણોસર આવેશમાં આવીને ગળાના ભાગે ધારદાર ચપ્પુ ફેરવી દીધું

એન્જીનિયર વિનોદકુમારે મંગળવારે મોડી સાંજે પોતાના ઘરે એકાએક કોઈ કારણોસર આવેશમાં આવીને પોતાની જાતે ગળાના ભાગે ધારદાર ચપ્પુ ફેરવી દીધું હતું. જેને કારણે તેઓ લોહીલુહાણ થઇ જતા ઢળી પડ્યા હતા. તેમની પત્ની બોલાવવા માટે આવી ત્યારે વિનોદને લોહીલુહાણ હાલતમાં જોતા તેઓએ શોર બકોર મચાવી મૂક્યો હતો. જેને કારણે સ્થાનિકો તથા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ સામુહિક આત્મહત્યા મામલોઃ 2 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

વિનોદને તાત્કાલિક સારવાર માટે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ગોરવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચુ કારણ જાણવા માટે આગળની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details